છેલ્લા બે વર્ષથી કોરોના મહામારીને ધ્યાને રાખી અને સરકારની ગાઇડ લાઇન મુજબ મુસ્લીમ બિરાદરો દ્વારા પવિત્ર મહોરમ તહેવારની ઉજવણી સંપૂર્ણ સાદગી પૂર્ણ રીતે કરવામાં આવી હતી. જ્યારે બે વર્ષ બાદ આ વર્ષે દર વર્ષની પરંપરા મુજબ ભાવનગર શહેરમાંથી ૩૫ જેટલા આકર્ષક તાજીયા ઝુલુસ નીકળશે.
આ ઉપરાંત ઘોઘા, તળાજા, પાલીતાણા, મહુવા, ગારીયાધાર, ઉમરાળા, શિહોર, જેસર, વલ્લભીપુર, સહિતના તમામ તાલુકા મથકો અને ગ્રામ્ય વિસ્તારોમાં પણ તાજીયા ઝુલુસ નીકળશે અને મહોરમ પર્વને આસ્થા અને શ્રધ્ધાભેર મનાવવામાં આવશે. આજે તા.૮ને સોમવારે સાંજે મગરીબની નમાઝબાદ તમામ તાજીયા પડમાં આવશે. જ્યારે મોડી રાતથી વ્હેલી સવાર સુધી તમામ તાજીયા ઝુલુસ શહેર જીલ્લાના રાજમાર્ગો ઉપર અને તાજીયા રૂટ ઉપર આખી રાત ફરશે. જ્યારે તા.૯ને મંગળવારે બપોર બાદ તમામ તાજીયા તેના રાબેતા રૂટ મુજબ સરઘસ રૂપે નીકળશે અને મોડી રાત્રે ૧૦ કલાકે શહેરના તમામ તાજીયા ઘોઘા બંદર ખાતે ટાઢા કરવામાં આવશે. મુસ્લીમ વિસ્તારો અને તાજીયા રૂટ ઉપર ઠંડા પાણી, સરબત, દુધ કોલ્ડ્રીંકસ અને નિયાઝનું વિતરણ પણ કરવામાં આવશે. જે રીતે મુસ્લીમ બિરાદરો તાજીયાના દિદાર માટે નીકળે છે.