રાજકોટમાં PGVCLની સરાહનીય કામગીરી જોવા મળી છે. PGVCLએ જુલાઈ મહિનામાં સૌથી મોટી વીજચોરી ઝડપી પાડી છે. PGVCLએ જુલાઈ મહિનામાં રાજકોટમાંથી 21 કરોડની વીજચોરી ઝડપી પાડી છે. તમને જણાવી દઇએ કે, જુલાઈ મહિનામાં રાજકોટમાં 7500 એકમોમાં તપાસ હાથ ધરાઇ હતી. આ તપાસ દરમિયાન ખૂબ મોટી સંખ્યામાં વીજચોરી ઝડપાયી હતી.
રાજકોટમાં આજે સતત ત્રીજા દિવસે PGVCL દ્વારા વીજ ચેકિંગની ઝુંબેશ હાથ ધરવામાં આવી હતી. PGVCLની કોર્પોરેટ ટીમ દ્વારા સિટી સર્કલ 2 ડિવિઝન હેઠળ આવતા માધાપર અને રૈયા રોડ સબ ડિવઝન વિસ્તારમાં અલગ-અલગ 32 ટીમો દ્વારા વીજ ચેકિંગ હાથ ધરવામાં આવ્યું હતું. જેમાં સૌરાષ્ટ્રમાં પાછલા મહિના દરમિયાન PGVCL દ્વારા કુલ 21 કરોડની વીજચોરી ઝડપી પાડવામાં આવી હતી. રાજકોટના માધાપર, ઘંટેશ્વર, શંકર ટેકરી, મનહરપુર સહિતના વિસ્તારોમાં વીજ ચેકિંગ હાથ ધરાયું હતું.
જુલાઇમાં સૌરાષ્ટ્ર-કચ્છમાં કુલ 61,500 વીજ જોડાણોની ચકાસણી
PGVCL દ્વારા જુલાઇ મહિનામાં સૌરાષ્ટ્ર-કચ્છમાં વીજ ચેકિંગ દરમિયાન કુલ 61,500 વીજ જોડાણોની ચકાસણી કરવામાં આવી હતી. જેમાંથી કુલ 7,466 કનેક્શનમાં 21 કરોડની ગેરરીતિ ઝડપાઇ હતી. જેમાં સૌથી વધુ ભાવનગરમાં 841 કનેક્શનમાંથી 326.44 લાખ અને રાજકોટ ગ્રામ્યમાં 770 કનેક્શનમાંથી 259.66 લાખની વીજચોરી ઝડપી પાડવામાં આવી છે.