ભાવનગર વડોદરા હાઇવે પર પીપળી નજીક મોટી બોરુ ગામ પાસે આજે સવારના સમયે ઇકો કાર અને સ્વીફ્ટ કાર વચ્ચે અકસ્માત થતાં બે વ્યક્તિઓના ઘટના સ્થળે મોત થયા હતા જ્યારે અન્ય ચારથી પાંચ વ્યક્તિઓના ઇજા થતાં તેઓને સારવાર માટે ૧૦૮ મારફત ધોળકા હોસ્પિટલ ખસેડાયા હતા.
ઇકો કારમાં સવાર અજયભાઇ નામના વ્યક્તિનો પગ ફસાઇ જતા તેમને દોઢ કલાકની જહેમત બાદ ગંભીર હાલતે બહાર કઢાયા હતાં. અકસ્માતમાં પાંચેક વ્યક્તિને ઇજા થતા હોસ્પિટલ ખસેડાયેલ છે.