પોલીસ ગ્રેડ પેને લઇને ગુજરાતના પોલીસકર્મીઓ માટે સૌથી મહત્વના સમાચાર સામે આવ્યા છે. કારણ કે રાજ્ય (Gujarat) સરકાર 15 ઓગસ્ટ પહેલા પોલીસકર્મીઓને મોટી ભેટ આપી શકે છે. સરકાર પોલીસ ગ્રેડ પે મુદ્દે મહત્વની જાહેરાત કરી શકે છે.
વિવિધ વિભાગોને ગ્રેડ પેની મંજૂરી આપી દેવાઇ છે. પોલીસ ગ્રેડ પે મુદ્દે સરકારનું સકારાત્મક વલણ જોવા મળી રહ્યું છે. આથી, પોલીસ ગ્રેડ પે બાબતે ખુદ મુખ્યમંત્રી જાહેરાત કરી શકે છે. મહત્વનું છે કે, પોલીસ ગ્રેડ પેની દરખાસ્ત મંજૂર કરી દેવાઇ છે.
ઉલ્લેખનીય છે કે, પોલીસ ગ્રેડ પેને લઇને થોડાક દિવસો અગાઉ ગૃહ રાજ્યમંત્રી હર્ષ સંઘવીએ પણ મહત્વનું નિવેદન આપતા જણાવ્યું હતું કે, ‘પોલીસ ગ્રેડ પે બાબતે વિચારણા ચાલુ છે. ટૂંક સમયમાં નિર્ણય લેવામાં આવશે.’
ગુજરાત પોલીસ વિભાગમાં ફરજ બજાવતા પોલીસ કોન્સ્ટેબલને 1800 રૂપિયા અને હેડ કોન્સ્ટેબલને 2200 ગ્રેડ પે આપવામાં આવી રહ્યો છે. જેમાં વધારો કરી એએસઆઈને 2400, કોન્સ્ટેબલને 2800 મળે તો કોન્સ્ટેબલને 33 હજાર પગાર મળે અને હેડ કોન્સ્ટેબલને 3600 ગ્રેડ પે આપવામાં આવે તેવી માંગ કરવામાં હતી.. આ મામલે અનેક વખત રજૂઆતો પણ કરવામાં આવી હતી અને ગ્રેડ પે અમારો અધિકાર તેવી પોસ્ટ માંરફતે સોશિયલ મીડિયાના માધ્યમ થકી આંદોલન પણ છેડવામાં આવ્યું હતું.