કર્ણાટક પ્રદેશ કોંગ્રેસ કમિટિના પ્રવક્તા અને ધારાસભ્ય પ્રિયંક ખડગેએ ખૂબ જ વાંધાજનક નિવેદન આપ્યુ છે. તેમણે રાજ્ય સરકાર પર આરોપ લગાવતા કહ્યું છે કે, સરકારી નોકરી માટે છોકરીઓને લાંચ આપવી પડે છે, જ્યારે છોકરીઓને કોઈની પણ સાથે સુવુ પડે છે. કોંગ્રેસ નેતાએ કથિત ભરતી કૌભાંડની ન્યાયિક તપાસ કરાવાની માગ કરી છે. તેમણે કહ્યું કે, આવા કેસની
તપાસ SITએ કરવી જોઈએ અને સરકારે ફાસ્ટ ટ્રેક કોર્ટનું ગઠન કરવું જોઈએ.
પ્રિયંક ખડગેએ આરોપ લગાવ્યો છે કે, કેટલાય સરકારી પદ પર મોટા પાયે ભરતીમાં કૌભાંડો થયા છે. જેમાં ભાજપ સામેલ છે. તેમણે કહ્યું કે, સરકારે જગ્યાને બચાવવાનો નિર્ણય કર્યો છે. જો છોકરીઓ સરકારી ઈચ્છે તો, તેમને કોઈની સાથે બેડ શેર કરવો પડે છે. છોકરાઓને સરકારી નોકરી માટે લાંચ આપવી પડે છે. એક મંત્રીએ છોકરીને કહ્યું કે, નોકરી માટે તેને સુવુ પડશે. આ મામલો સામે આવતા જ તેણે રિઝાઈન કરી દીધું. હું જે આરોપ લગાવી રહ્યો છે, આ તેનો પુરાવો છે.