દેશભરમાં આઝાદી કા અમૃત મહોત્સવની ધૂમ મચેલી છે, દરેક ભારતવાસી જશ્નમાં ડૂબેલો છે તો વળી યુપીના બિઝનૌર જિલ્લામાં એક ગરીબ પરિવારને ઝંડો વેચવા બદલ માથુ વાઢી નાખવાની ધમકી મળતા સનસની ફેલાઈ ગઈ છે. ઘરની દિવાલ પર ધમકી ભર્યો પત્ર લગાવી દેતા આખો પરિવારમાં ડરનો માહોલ છે. જો કે, પોલીસ પરિવારને સુરક્ષા આપી છે. સાથે જ અજાણ્ય શખ્સ વિરુદ્ધ ફરિયાદ દાખલ કરીને પોલીસની કેટલીય ટીમો તપાસમાં લાગી ગઈ છે.
બિઝનૈરના કિરતપુર કસ્બાના બુદ્ધુપાડા વિસ્તારમાં અરુણ કશ્યપ ઉર્ફ અન્નુનો પરિવાર નાના એવા મકાનમાં રહે છએ. અરુણની પત્ની આંગણીવાડીમાં કામ કરે છે.અરુણ કશ્યપના પરિવારે જોયુ કે, મકાનની દિવાલ પર હાથથી લખેલો એક પત્ર ચિપકાવેલો હતો. જેમાં ધમકી આપવામાં આવી હતી. દિવાલ પર ચિપકાવેલા પત્રમાં લખ્યું હતું કે, અન્નુ તને ભારે ઘરે ઘરે જઈને તિરંગો આપવાની ખુશી છે, તારુ પણ માથુ ધડથી અલગ કરવું પડશે. ISIના સાથી.
ધમકી ભરેલો પત્ર જોઈને અન્નુ અને તેનો પરિવાર ડરી ગયો અને પોલીસને જાણ કરી. પોલીસના અધિકારીઓ ઘટનાસ્થળે પહોંચ્યા અને અરુણ કશ્યપના પરિવારને તાત્કાલિક સુરક્ષા આપી. સાથે જ પોલીસે અજાણ્યા શખ્સ વિરુદ્ધ અલગ અલગ ધારા અંતર્ગત કેસ નોંધી પોલીસની ટીમો બનાવી તપાસ શરૂ કરી દીધી છે. એસપી સિટી ડોક્ટર પ્રવીણ રંજન સિંહે કહ્યું કે, જે પણ તથ્ય સામે આવશે, તેના આધારે પ્રભાવી રીતે કાર્યવાહી કરવામાં આવશે.