બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે.અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે. વર્ષની શરૂઆતમાં જ બોક્સ ઓફીસ પર સાઉથની ફિલ્મો ધૂમ મચાવી રહી છે. એવામાં એક-બે બોલીવુડ ફિલ્મ છે જેને બોક્સ ઓફીસ પર સારી કમાણી કરી હોય. રક્ષાબંધનાનાં મોકા પર ગુરૂવારનાં દિવસે જ સિનેમાઘરોમાં બે મોટી બોલીવુડ ફિલ્મ રીલીઝ થઇ હતી. એક આમીર ખાનની ફીમ ‘લાલ સિંહ ચઢ્ઢા’ અને બીજી અક્ષય કુમારની ફિલ્મ ‘ રક્ષાબંધન’. બન્ને ફિલ્મોની એડવાન્સ બુકિંગ સમયે ટક્કર ચાલી રહી હોય એવું જોવા મળી રહ્યું હતું પણ હાલ બંને ફિલ્મ બોક્સ ઓફીસ પર કોઈ કમાલ બતાવી શકી નથી.
બોલિવૂડના મિસ્ટર પરફેક્શનિસ્ટ આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ બોક્સ ઓફિસ પર ફ્લોપ સાબિત થઈ રહી છે. અદ્વૈત ચંદન દ્વારા નિર્દેશિત આ ફિલ્મે તેના શરૂઆતના સપ્તાહમાં 50 કરોડ રૂપિયાથી ઓછી કમાણી કરી છે. આટલું જ નહીં, આમિર ખાનની ફિલ્મ ‘લાલ સિંહ ચઢ્ઢા’ આ વર્ષે રિલીઝ થયેલી વરુણ ધવનની ‘જુગ જુગ જિયો’ અને અક્ષય કુમારની ‘બચ્ચન પાંડે’ અને ‘સમ્રાટ પૃથ્વીરાજ’ કરતા પણ ઓછી કમાણી કરી છે.
15 ઓગસ્ટના ખાસ પ્રસંગ અને રજાના કારણે મેકર્સ એવું વિચારતા હતા કે લાલ સિંહ ચઢ્ઢાની કમાણીમાં વધારો થશે પણ કોઈ ફાયદો થયો નથી. હાલ જ ફિલ્મની પાંચમા દિવસની કમાણીનો આંકડો સામે આવ્યો છે. એક મીડિયા રિપોર્ટ્સ અનુસાર, લાલ સિંહ ચઢ્ઢાએ રિલીઝના પાંચમા દિવસે એટલે કે 15 ઓગસ્ટે માત્ર 8 કરોડની કમાણી કરી હતી. આ આંકડા સાથે ફિલ્મે બોક્સ ઓફિસ પર અત્યાર સુધીમાં લગભગ 45-46 કરોડ રૂપિયાનું કલેક્શન કર્યું છે.