શ્રીનગરજમ્મુ કાશ્મીરમાં ITBPની બસ દુર્ઘટનાના સમાચાર સામે આવ્યા છે. કાશ્મીર સ્થિત પહેલગામના ચંદનવાડી વિસ્તારમાં આ બસ દુર્ઘટનાગ્રસ્ત બની છે. આ દુર્ઘટનામાં 6 જવાનો શહીદ થયા છે. જ્યારે ઘણા જવાનો ઇજાગ્રસ્ત થયા છે. જેમને સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યા છે.
મળતી માહિતી પ્રમાણે બસમાં કુલ 39 જવાન સવાર હતા. જેમાં 37 આઈટીબીપીના જવાન હતા અને બે જમ્મુ-કાશ્મીર પોલીસના હતા. પ્રાપ્ત વિગત પ્રમાણે બ્રેક ફેલ થવાને કારણે બસ રોડની બાજુમાં ખાડામાં પડી હતી. બસની હાલત જોતા મૃત્યાંક વધવાની આશંકા છે. બસ દુર્ઘટના સંબંધમાં આઈટીબીપીએ એક નિવેદનમાં કહ્યું કે 39 કર્મીઓને લઇ જઈ રહેલી એક સિવિલ બસ બ્રેક ફેઇલ થવાને કારણે રસ્તા પરથી ઉતરી નદીમાં ખાબકી હતી. આ બસમાં સવાર જવાન ચંદનવાડીથી પહેલગામ તરફ જઈ રહ્યા હતા. આ સંબંધમાં આગળની જાણકારીની પ્રતિક્ષા છે.