સમગ્ર ભારત આઝાદીના ૭૬ માં સ્વાતંત્ર પર્વની ઉજવણી કરી રહ્યું હતું ત્યારે ભાવનગરના મંદિરો પણ આ ઉજવણી કરવામાં રંગે જંગે જાેડાયાં હતાં. ભાવનગરની સરિતા સોસાયટી પાછળ આવેલ ધોબી સોસાયટીમાં આવેલ પંચનાથ મહાદેવમાં શ્રાવણ માસના અવસરે ઓમ નમઃ શિવાયના નાદ સાથે ભારતની આઝાદીનો આ અવસર પણ ‘જય હિન્દ’ અને ‘ભારત માતા કી જય’ના નાદ સાથે ઉજવવામાં આવી રહ્યો છે.ભાવનગર ખાતે આવેલું પુરાતન અને રાજાશાહી વખતનું મહાલક્ષ્મી માતાના મંદિર ખાતે આવેલ શિવલિંગને ત્રિરંગી રોશનીથી શણગારવામાં આવ્યું હતું. શ્રાવણના પવિત્ર ત્રીજા સોમવારે ભાવિક ભક્તો શિવ ભક્તિમાં લીન થવા સાથે રાષ્ટ્ર ભક્તિમાં તરબોળ થયાં હતાં. મંદિરમાં કરવામાં આવેલી આ રોશની ભક્તિભાવને વધુ ઊંડા સ્તર સુધી લઈ જવાં માટે નિમિત્ત બની હતી.
મંદિરમાં કરવામાં આવેલી ભારતના રાષ્ટ્રધ્વજના રંગની આ રોશનીને લઈને ભાવિક ભક્તોમાં અનેરો રોમાન્ચ અને ઉમંગ જાેવાં મળ્યો હતો. પવિત્ર સોમવારે આઝાદીનું પર્વ જ્યારે ઉજવાઈ રહ્યું છે ત્યારે ભાવિક ભક્તોમાં દેશભક્તિ સાથે શિવ ભક્તિનું સાયુજ્ય સધાયું હતું.