ભાવનગર જિલ્લાના ગારીયાધાર અને પાલીતાણા પંથકમાં જુગાર રમતા ૨૪ શખ્સને પોલીસે રૂ. ૪૬ હજાર ઉપરાંતના મુદ્દામાલ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી કરી હતી, જ્યારે છ ઈસમો ભાગી ગયા હતા.
ગારીયાધારના દેપલાપરા વિસ્તારમાં આવેલી ખુલ્લી જગ્યામાં જુગાર રમતા સાત શખ્સ કિશોર બાબુભાઈ સોલંકી, જીગ્નેશ બાબુભાઇ મકવાણા, મહેશ હિંમતભાઈ ઝાલા, પ્રફુલ કાનજીભાઈ ધામેલીયા, અનીશ સવજીભાઈ ચૌહાણ અને હરેશ ભરતભાઈ જાદવને ગારીયાધાર પોલીસે રોકડા રૂ.૫૦૯૦ સાથે ઝડપી લીધા હતા. ગારીયાધાર પોલીસે પેટ્રોલિંગ દરમિયાન તાલુકાના ઠાંસા ગામમાં જુગાર રમતા દિનેશ ધનજીભાઈ કટકિયા, હિતેશ કનુભાઈ નગવડીયા,સલીમ દાદાભાઈ સુમરા, વિનુ મંગળાભાઈ ચૌહાણ ને રૂપિયા ૮૭૩૦ ના મુદ્દામાલ સાથે ઝડપી લીધા હતા, જ્યારે દશરથ શામજીભાઈ નગવડીયા શૈલેષ મનસુખભાઈ નગવડીયા અને ભરત મંગળાભાઈ ચૌહાણ ફરાર થઈ ગયા હતા.
આ ઉપરાંત ગારીયાધાર પોલીસે અખતરીયા ગામમાં જુગાર અંગે દરોડો પાડી જાહેરમાં જુગાર રમતા અયુબ રસુલખાન બલોચ, વિશાલ મનજીભાઈ, રહીમ ભીખુભાઈ મકરાણી, રાજુ ભીખુભાઈ ગોહિલ, રાવત અજીત ખાન બલોચ, મગન મુળુભાઈ પરમાર અને હરેશભાઈ પરમારને રોકડ રકમ તેમજ મોબાઇલ મળી કુલ રૂ. ૨૨,૫૭૦ સાથે ઝડપી લીધા હતા, જ્યારે ઈકબાલ ભીખુભાઈ મકરાણી, આરબખાન અજતખાન બલોચ અને હબીબખાન દાઉદખાન બલોચ પોલીસને જાેઈને ફરાર થઈ ગયા હતા.
પાલીતાણા રૂરલ પોલીસે અનિડા (કુંભણ) ગામના વાડી વિસ્તારમાં જુગાર અંગે દરોડો પાડી જુગાર રમતા ગિરિરાજસિંહ ખેતુભા ગોહિલ, ગંભીર કરશનભાઈ ચૌહાણ, ચોથા મીઠાભાઈ ચૌહાણ, વિજય શંભુભાઈ મકવાણા અને દિનેશ મથુરભાઈ પરમાર ને રોકડા ૧૦,૨૪૦ સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.