રાજકોટના ગોંડલની ખાનગી હોસ્પિટલમાં એક દર્દીની અંદર મંકીપોક્સના શંકાસ્પદ લક્ષણો દેખાયા છે. જેના લીધે બ્લોક હેલ્થ ઓફિસર સહિતનો સ્ટાફ સતર્ક થઇ ગયો છે. આ શંકાસ્પદ દર્દીના સેમ્પલ ટેસ્ટ માટે મોકલાશે. ત્યારે તેના રિપોર્ટ બાદ જ ખ્યાલ આવશે કે શું દર્દીને ખરેખર મંકીપોક્સ થયો છે કે કેમ.
આ રોગ મંકીપોક્સ નામના વાયરસથી ફેલાય છે. તેનું સંક્રમણ કેટલીક હદ સુધી માણસોમાં અછબડા સમાન છે. મંકીપોક્સની શોધ 1958માં વાંદરાઓના એક સમુહથી થઈ હતી, જેના કારણે તેને મંકીપોક્સ નામ આપવામાં આવ્યુ હતું.
યુએસ સેંટર ફોર ડિસીઝ કન્ટ્રોલ એન્ડ પ્રિવેન્શન (સીડીસી) મુજબ, રોગ ઘણીવાર ફ્લુ જેવા લક્ષણો જેવાકે તાવ, માંસપેશિઓમાં દુ:ખાવો સોજા અને લસિકા ગાંઠોથી શરૂ થાય છે. આની પહેલા ચેહરા તેમજ શરીર પર ચિકન પોક્સ જેવી ફોલ્લીઓ નીકળે છે.