ભાવનગર મહાનગરપાલિકા રાજ્ય સરકાર દ્વારા પ્રજાની સુવિધા સુખાકારી સર્વાંગી વિકાસ માટે કરોડો રૂપિયા ફાળવાય છે, કામો થાય છે, કરોડો રૂપિયાના માર્ગો બનાવવામાં આવે છે. કોર્પોરેશન રાજ્ય સરકારનો પ્રજાલક્ષી શુભ હેતુ હોવા છતાં દર ચોમાસે ૧ થી ૨ ઇંચ વરસાદે માર્ગો તુટી જવા, સર્કલો ફરતા માર્ગો પર ખાડા પડી જવા, પાણી ભરાઇ રહે છે. પરિણામે ભયંકર કાદવ-કિચડનું સામ્રાજ્ય છે. આથી વાહનો સ્લીપ થવા, નાના-મોટા અકસ્માતો અને કાદવ-કિચડના કારણે રોગચતાળો નોતરે તે સ્વાભાવિક છે.
આનુ મુખ્ય કારણ શહેરના માર્ગો-વોર્ડના માર્ગો સર્કલો ફરતા માર્ગ પર લેવલીંગનો સદંતર અભાવ કારણભુત છે. આના કારણે ખાડાઓમાં પાણી ભરાઇ રહેવા, માર્ગો જર્જરીત થાય પુલો ઉપર લેવલીંગના અભાવે પાણી ભરાઇ રહેતા પુલો નાળાનું આયુષ્ય પણ ઘઠે, માર્ગો બનતા સમયે તંત્ર દ્વારા મોનીટરીંગનો અભાવ વિગેરે કારણો છે તેમ ભાજપ અગ્રણી કિશોર ભટ્ટે જણાવ્યું હતું. વધુમાં માર્ગો સેન્ટર લાઇનથી અપ સાથે બન્ને કિનારો સાઇડ વરસાદી પાણી આપોઆપ લેવલીંગ સાથે થાય તો ગ્રેવીટીથી-સ્ટોર્મ વોટરલાઇન-ડ્રેનેજ લાઇનમાં પાણી વહી શકે છે.
શહેરના તમામ માર્ગો વોર્ડના માર્ગો સર્કલો ફરતા માર્ગોનું લેવલીંગ સાથે સ્ટોર્મ વોટર લાઇન સાથે થાય તે ખુબ જ જરૂરી છે. શહેર અને વોર્ડના માર્ગો, સર્કલો પર વરસાદ પડ્યા બાદ ભરાતા પાણી, ખાડાઓ લેવલીંગ અંગે વિડીયોગ્રાફી થાય, રોડ ડિપાર્ટમેન્ટ ડ્રેનેજ ડિપાર્ટમેન્ટ ટાઉન પ્લાનીંગ અને કામ કરતી એજન્સી સાથે શહેર અને વોર્ડના મુખ્ય માર્ગો પર ફરી આ કાર્યવાહી થવી ખુબ જ જરૂરી છે. જેથી પ્રેક્ટીકલી અને વીડીયો અને ફોટોગ્રાફી દ્વારા ક્યાં ક્યાં શું કરવું જાેઇએ એનું સ્થળ ઉપર માર્કીંગ થાય. જરૂર પડ્યે રાજ્ય સરકાર પાસે નિષ્ણાંત ઇજનેરો, ટાઉન પ્લાનીંગ અધિકારીઓ લોન ઉપર લઇ નિષ્ણાંત ટાઉન ડેવલપમેન્ટ કન્સલ્ટન્સી રોકી મદદ લઇ ઠોસ પરિણામલક્ષી કાર્યવાહી થાય તે ખુબ જ જરૂરી છે. જેથી ચોમાસા બાદ શિયાળા પ્રારંભે આગોતરા આયોજનથી લેવલીંગ સાથે સ્ટોર્મ વોટરલાઇન સાથે માર્ગો બની શકે અને જ્યાં સર્કલો-માર્ગો આરસીસી માર્ગો મંજૂર થયેલ હોય તે ચોમાસા દરમિયાન પણ લેવલીંગ સાથે થાય તે કાર્યવાહિ પણ હાથ ધરવી જાેઇએ.
જે કામ એજન્સીને આપવામાં આવે તે સમયબધ્ધ પુરૂ થાય તે જરૂરી છે. વારંવાર ડિપાર્ટમેન્ટ ડિઝાઇન ચેન્જ કરી ચાલુ થયેલ કામમાં રૂકાવટ, પ્રજા ત્રાહિમામ, ધંધા રોજગાર પર અસર થાય અકસ્માતનું કારણ બને, આગોતરા આયોજનના અભાવે પ્રજાની સુખાકારી માટે કોર્પોરેશન રાજ્ય સરકાર કરોડો રૂપિયા આપતી હોવા છતાં વિલંબીત મળતી સુવિધા પ્રજા ત્રાસી જાય છે.
શહેરમાં ભળેલા ગામો અકવાડા, તરસમીયા, અધેવાડા, બાડા વસાહત સિદસર, નારી મુખ્યમાર્ગો સુવિધા, સર્કલો લેવલીંગ સાથે થાય વસાહતી આંતરીક માર્ગો સર્વાંગી વિકાસ માટે કોર્પોરેશન, રાજ્ય સરકાર દ્રઢ નિશ્ચિત છે ત્યારે પ્રજાલક્ષી કામ કરતી સરકાર, કોર્પોરેશન પાસે સૌ કોઇની અપેક્ષા હોય સત્વરે નિર્ણાયક પરિણામલક્ષી પગલા ભરવા કિશોર ભટ્ટે અંતમાં ઉમેર્યું હતું.