કર્ણાટક સરકારે એક મોટો નિર્ણય લીધો છે. રાજ્ય સરકારે તમામ શાળાઓ અને કોલેજોમાં દરરોજ રાષ્ટ્રગીત ગાવાનું ફરજિયાત બનાવ્યું છે. જારી કરાયેલા આદેશ અનુસાર હવે રાજ્યની તમામ સરકારી, બિનસરકારી અને સહાયિત શાળાઓ અને કોલેજોમાં રાષ્ટ્રગીત ફરજિયાત રીતે ગાવામાં આવશે. સવારે રાષ્ટ્રગીત સામૂહિક રીતે ગાવામાં આવશે, જોકે સરકારે તેના આદેશમાં કહ્યું છે કે વર્ગખંડોમાં ગાવામાં આવશે.
ઉલ્લેખનીય છે કે તાજેતરમાં સાવરકર અને ટીપુ સુલતાનના પોસ્ટર ફાડવાને લઈને રાજ્યમાં બે જૂથો સામસામે આવી ગયા હતા. 15 ઓગસ્ટે કર્ણાટકના શિમોગામાં સાવરકર અને ટીપુ સુલતાનના હોર્ડિંગ્સ લગાવવાને લઈને બે જૂથો વચ્ચે વિવાદ થયો હતો. આ પછી, અથડામણની સ્થિતિને રોકવા માટે પોલીસે કલમ 144 લગાવવી પડી. પોલીસના જણાવ્યા અનુસાર, એક જૂથ અમીર અહેમદ સર્કલ ખાતે લાઇટ પોલ પર સાવરકરનું હોર્ડિંગ લગાવવા માંગતું હતું. બીજી બાજુ, અન્ય જૂથ મૈસૂરના શાસક ટીપુ સુલતાનનો ફોટો તેના પર મૂકવા માંગતો હતો, બંને જૂથો સામસામે આવી ગયા હતા.હાલ પરિસ્થિતિ કાબુમાં છે, હવે નવો આદેશ આપવામાં આવ્યો છે, જેનાથી રાષ્ટ્ પ્રત્યેની ભાવના વધુ મજબબત બનશે.