ભાવનગરના ડોન ચોક વિસ્તારમાં રહેતી મહિલાને તેના પતિ અને સાસુ સસરાએ માર મારતા ઇજાગ્રસ્ત મહિલાને સારવાર અર્થે હોસ્પિટલ ખસેડવામાં આવેલ છે.
આ બનાવ અંગે મળતી વિગતો મુજબ શહેરના ડોન ચોક વિસ્તારમાં રહેતી ધારાબેન દીક્ષિતભાઈ પરમારે ઘોઘારોડ પોલીસ મથકમાં એવા મતલબની ફરિયાદ નોંધાવી છે કે, ગત તા. ૧૬ ના રોજ તેના પતિ દીક્ષિત પરમાર, સાસુ લીનાબેન અને સસરા ચંદુભાઈ પરમારે તું અમને ગમતી નથી ,અમારા ઘરને લાયક નથી એમ કહી માર મારતા તેણીને સારવાર અર્થે સર્ટી હોસ્પિટલમાં દાખલ કરવામાં આવેલ.
આ બનાવ અંગે ઘોઘા રોડ પોલીસે પરણીતાના પતિ અને સાસુ સસરા વિરુદ્ધ આઈપીસી કલમ ૪૯૮ એ,૩૨૩, ૫૦૪(૨) અને ૧૧૪ મુજબ ગુનો નોંધી આગળની કાર્યવાહી હાથ ધરી હતી.