ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી સુનીલભાઇ ઓઝાએ ગોહિલવાડના ઐતિહાસિક સિહોરના નવ નાથ મહાદેવની યાત્રા કરી હતી. તેઓએ આ ઉપક્રમને નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી છે.
શ્રાવણ માસ દરમિયાન ઐતિહાસિક તીર્થ નગરી સિહોરમાં શિવજીના નવ સ્થાનકો નવ નાથ મહાદેવ દર્શન માટે ભાવિકોમાં ખૂબ આસ્થા રહેલી છે, ભાવનગરના પૂર્વ ધારાસભ્ય અને ઉત્તરપ્રદેશ ભાજપના સહપ્રભારી સુનીલ ઓઝા ત્રણ દસકાથી આ પરંપરાગત યાત્રા દર્શનનો લાભ લે છે. રવિવારે વારાણસી કાશીથી સુનીલ ઓઝાએ સિહોર આવી આ યાત્રા કરી પોતાની વાત કરતા આ ઐતિહાસિક ભૂમિની વંદના કરી અને છોટે કાશી સિહોરના નવ નાથ મહાદેવની યાત્રાના નક્કર સ્વરૂપ માટેની હિમાયત કરી હતી, જેમાં સ્થાનિક આગેવાનોને જાેડાવા ભાર મૂક્યો.