શહેરના કુંભારવાડા નારી રોડ સરકારી સ્કૂલ પાસે ગત રાત્રિના સમયે એક શખ્સ શંકાસ્પદ હાલતે જણાતા લોકો એકઠા થઈ ગયા હતા અને છોકરાઓને પકડવા આવ્યો છે તેવું સમજી લઈ. લોકોએ ઢીબી નાખ્યો હતો ત્યારબાદ બોરતળાવ પોલીસને જાણ કરતા પોલીસ કાફલો આવી પહોંચ્યો હતો અને યુવાનને પોલીસ મથકે લઈ ગયા હતા બાદ ખરાઈ કરતા યુવાન પરપ્રાંતિય ભૈયા હોવાનું જણાતા ખરાઈ કરી તેને છોડી દેવાયો હતો તેમ બોર તળાવ પોલીસ મથકેથી જાણવા મળેલ છે. આવોજ એક બનાવ થોડા સમય પૂર્વે ફુલસર વિસ્તારમાં બન્યો હતો જેમાં એક મહિલાને લોકોએ પકડી પોલીસને સોપી દીધી હતી. બાદ આ મહિલાના સંબંધી આવતા તેને છોડી દેવાઇ હતી.