ભાવનગરમાં હાલ કોર્પોરેશનના સાઇન બોર્ડ તથા સ્ટ્રીટ લાઇટના પોલ પર આમ આદમી પાર્ટીએ પોતાની ધજાઓ અને પતાકા આડેધડ લગાવી દીધા છે. રાજકીય પાર્ટી હોવાથી જાણે કે મંજૂરી લેવાની કોઇ જરૂર જ ન હોય તેમ જાહેર મિલ્કતોનો ઉપયોગ પક્ષના પ્રચાર-પ્રસાર માટે થઇ રહ્યો છે. આમ આદમી પાર્ટીએ ધર્મસ્થાનકો અને સર્કલોમાં લાગેલ મૂર્તિઓને પણ છોડી નથી. જ્યાં ધર્મ ધજાઓ લહેરાવાની હોય ત્યાં આમ આદમી પાર્ટીની ધજાઓ લહેરાતી જાેવા મળે છે. થોડા સમય પૂર્વે ભાજપે પક્ષના કમળ કેટલીક મિલ્કતો પર દોરતા આમ આદમી પાર્ટીએ વિરોધ કર્યો હતો. જ્યારે હવે ખુદ આપ જ તેને અનુસરી રહી છે !