ઘોઘા તાલુકાના હાથબ ગામના દરિયા કિનારે બાવળની કાંટમાં જુગાર રમતા બે શખ્સને ઘોઘા પોલીસે ઝડપી લીધા હતા જ્યારે ત્રણ શખ્સ ફરાર થઈ ગયા હતા.
ઘોઘા પોલીસ સ્ટાફ પેટ્રોલિંગમાં હતો તે દરમિયાન મળેલી બાતમીના આધારે હાથબ ગામના દરિયા કિનારા પાસે, બાવળની કાંટમાં જુગાર રમતા પાંચ ઈસમો મળી આવ્યા હતા.પોલીસને જાેઈને અનીશ લવજીભાઈ ડાભી, મુકેશ જેઠવા અને પ્રેમજીભાઈ ધાપા ફરાર થઈ ગયા હતા.ઘોઘા પોલીસે મહેશ લવજીભાઈ ડાભી અને ભરત રમેશભાઈ ચુડાસમાને રોકડા રૂપિયા ૧૨ હજાર સાથે ઝડપી લઇ કાયદેસર કાર્યવાહી હાથ કરી હતી.