ભાવનગરના રેલવે સ્ટેશન સામેના કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી ઇલેક્ટ્રોનિક મશીનમાં જુગાર રમાડતા બે શખ્સની નિલમબાગ પોલીસે ધરપકડ કરી રૂ.૪૭ હજારનો મુદ્દામાલ કબજે ક્રયી હતો.
ભાવનગરના રેલ્વે સ્ટેશન સામે આવેલ ઉમા ટ્રાન્સપોર્ટની બાજુમાં નવા બનેલા કોમ્પ્લેક્સમાં દુકાન ભાડે રાખી વિજય ગોલાણીયા અને ભાવિન મલાણી નામના શખ્સ દુકાનમાં ઇલેક્ટ્રોનિક મશીનો રાખી તેમાં વિવિધ આંકડાઓ અને ચિન્હો ઉપર બહારથી માણસો ભેગા કરી જુગાર રમાડતા હોવાની બાતમીના આધારે નીલમબાગ પોલીસ મથકના પીઆઈ જે. આર. ભાચકન અને સ્ટાફે બાતમી વળી જગ્યાએ દરોડો પાડી ઇલેક્ટ્રોનિક મશીન ઉપર જુગાર રમાડતા વિજય ગોલાણીયા અને ભાવિન મનાણીને ઝડપી લઇ રૂપિયા ૪૨,૪૯૦ રોકડા બે મોબાઈલ,ટોકન,ચાવીઓ મળી કુલ રૂ.૪૭,૬૯૯નો મુદ્દામાલ કબજે કર્યો હતો.
આ બંને શખ્સ ઉપરાંત નરેશભાઈ અશોકભાઈ ચૌહાણ અને બીપીન મનસુખભાઈ ઘુંચલા ઇલેક્ટ્રોનિક મશીનમાં ટોકન તેમજ ચાવીથી ક્રેડિટ કરી આપી મશીનમાં ફીટ કરેલા આંકડાઓ અને ચિન્હો ઉપર જુગાર રમાડતા હોવાનું પોલીસ તપાસમાં ખુલ્યું હતું.
નીલમબાગ પોલીસે ચારેય ઈસમો વિરુદ્ધ જુગારધારાની કલમ ૪,૫ મુજબ ગુનો નોંધી કાયદેસર કાર્યવાહી હાથ ધરી હતી.