મહારાજા કૃષ્ણકુમારસિંહજી માર્કેટયાર્ડ ચિત્રા – ભાવનગર તા .૨૪/૮ને બુધવારે પ્રથમ પર્યુષણ ( જૈન )નો ધાર્મિક તહેવાર હોવાથી ભાવનગર માર્કેટયાર્ડમા અનાજ , કઠોળ , તેલીબીયા , અને કપાસની (શાકભાજી સિવાય) તમામ જાહેર હરાજીનું કામકાજ બંધ રહેશે. જેની લાગતા વળગતા તમામ ખેડુતોભાઈઓ , વેપારીભાઈઓએ તેમજ વાહન માલીકોએ નોંધ લેવા માર્કેટયાર્ડ તથા વેપારી એસોશીએશનની સંયુકત યાદીમાં જણાવાયુ છે .