સુરેન્દ્રનગર જિલ્લાના સાયલા તાલુકાના નોલી ગામે માલધારી ન્યાય યાત્રા અંતર્ગત સૌરાષ્ટ્ર માલધારી સંમેલન ૨૧ ઓગસ્ટે યોજાઇ ગયું.
રાજ્યસભાના સાંસદ અને કોંગ્રેસના રાષ્ટ્રીય પ્રવક્તા શક્તિસિંહ ગોહિલની અધ્યક્ષતામાં યોજાયેલ આ સંમેલનમાં મેહુરભાઇ લવતુકા, અમીતભાઇ લવતુકા તથા માલધારી સમાજના અગ્રણીઓએ ભાજપ સરકારની સમાજ વિરોધી નીતિની ટીકા કરી માલધારી સમાજના પ્રશ્નોને વાચા આપી હતી. આ સંમેલનમાં સૌરાષ્ટ્ર ભરમાંથી મોટી સંખ્યામાં માલધારી ઉમટી પડ્યા હતાં.