Saturday, May 2, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

પુણેમાં ચાર વર્ષની બાળકી ઉપર દુષ્કર્મ બાદ વૃદ્ધે કરી નિર્મમ હત્યા

માસૂમ બાળકીની પથ્થર વડે હત્યા કર્યા બાદ નરાધમે મૃતદેહને છાણના ઢગલા નીચે છુપાવી દીધો

dharmendravaghela by dharmendravaghela
2026-05-02 11:43:46
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

મહારાષ્ટ્રના પુણે જિલ્લાના ભોર તાલુકામાંથી એક કમકમાટીભરી ઘટના સામે આવી છે. અહીં વેકેશન

માણવા પોતાની નાનીના ઘરે આવેલી ચાર વર્ષની માસૂમ બાળકી પર એક 65 વર્ષીય વૃદ્ધે દુષ્કર્મ

ગુજાર્યા બાદ તેની પથ્થરથી કચડીને હત્યા કરી નાખી છે. આ ઘટનાને પગલે સમગ્ર વિસ્તારમાં ભારે રોષ

અને તણાવની સ્થિતિ સર્જાઈ છે.
બાળકી ઉનાળાના વેકેશનમાં પોતાની નાનીના ઘરે આવી હતી. શનિવારે તે ઘરની બહાર રમી રહી હતી

ત્યારે આરોપી ભીમરાવ કાંબલે (65 વર્ષ) તેને ફોસલાવીને પોતાના ઘરની સામે આવેલા પશુઓના

તબેલામાં લઈ ગયો હતો. આરોપ છે કે ત્યાં તેણે બાળકી સાથે દુષ્કર્મ આચર્યું અને ત્યારબાદ પથ્થરથી

કચડીને તેની હત્યા કરી નાખી. પુરાવાનો નાશ કરવા માટે આરોપીએ બાળકીના મૃતદેહને તબેલામાં

રહેલા છાણના ઢગલા નીચે છુપાવી દીધો હતો.
જ્યારે બાળકી લાંબા સમય સુધી ઘરે ન પરતી ત્યારે પરિવારે શોધખોળ શરૂ કરી હતી. તપાસ દરમિયાન

તબેલામાંથી બાળકીનો મૃતદેહ મળી આવતા પરિવાર પર આભ તૂટી પડ્યું હતું. પોલીસે ઘટનાસ્થળની

મુલાકાત લઈ આસપાસના સીસીટીવી કેમેરા ચેક કર્યા, જેમાં આરોપી બાળકીને તબેલા તરફ લઈ જતો

જોવા મળ્યો હતો. આ પુરાવાના આધારે પોલીસે ભીમરાવ કાંબલેને કસ્ટડીમાં લઈ પૂછપરછ શરૂ કરી છે.
આ ઘટના બાદ સેંકડો ગ્રામજનો રસ્તા પર ઉતરી આવ્યા હતા અને આરોપીને કડક સજાની માંગણી કરી

હતી. રોષે ભરાયેલા લોકોએ મુંબઈ-બેંગલુરુ હાઈવે પર ચક્કાજામ કર્યો હતો, જેના કારણે વાહનોની લાંબી

લાઈનો લાગી ગઈ હતી. સ્થિતિ વણસતા મોટો પોલીસ કાફલો તૈનાત કરવામાં આવ્યો છે. પુણે ગ્રામીણ

પોલીસ અધિક્ષક સંદીપસિંહ ગિલે લોકોને ખાતરી આપી છે કે આ મામલે 15 દિવસમાં ચાર્જશીટ દાખલ

કરી દેવામાં આવશે.

Tags: bhorDushkarmMaharashtramurderPune
Previous Post

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

Next Post

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

dharmendravaghela

dharmendravaghela

Related News

આંતરરાષ્ટ્રીય

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

May 2, 2026
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના ટેક્સાસમાં વિમાન તૂટી પડતા પાંચ ખેલાડીઓના મોત નીપજ્યા

May 2, 2026
અમેરિકાને તેની જ ભાષામાં જવાબ આપીશું ; યુરોપિયન યુનિયનની ટેરિફ વોર મામલે ટ્રમ્પને ખુલ્લી ચેતવણી
આંતરરાષ્ટ્રીય

અમેરિકાએ હવે યુરોપિયન વાહનો ઉપર ૨૫ ટકા ટેક્સ ઝીંક્યો

May 2, 2026
Next Post

ઈરાનમાં જીવતા બોમ્બ અને દારૂગોળો હટાવતી વખતે થયેલ વિસ્ફોટમાં ૧૪ સૈનિકોના મૃત્યુ

ભાવનગરના ટોપ-થ્રી સર્કલ વિસ્તારમાં ટ્રાફિકજામ થતાં ટ્રાફિક પોલીસ દોડી ગઈ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.