Friday, July 11, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

ગ્રામ્ય ઈકોનોમી આળસ મરડી દોડવા માટે તૈયાર

ભારતના અર્થતંત્રમાં મોટી તેજી આવી રહી હોવાનું અનુમાન : 15.4% નો વિકાસદર હાંસલ થશે

aaspassdaily by aaspassdaily
2022-08-31 12:46:08
in તાજા સમાચાર, રાષ્ટ્રીય
Share on FacebookShare on Twitter

આજથી શરૂ થયેલા ગણેશ મહોત્સવમાં વિધ્નહર્તા દેવ હવે કોરોનાની મંદી- તમામ વિઘ્નો દૂર કરીને ભારતના અર્થતંત્રને તેજીના માર્ગે મુકે તેવા સંકેત છે. આજે જાહેર થનારા 2022-23ના વર્ષનો પ્રથમ ત્રિમાસિક આર્થિક વિકાસ દર (જીડીપી) 15.4% રહેવાનો અંદાજ છે. જે છેલ્લા 1 વર્ષનો સૌથી ઝડપી વૃદ્ધિ દર હશે. ભારત કોરોનાકાળમાંથી બહાર આવી ગયું છે અને હવે ક્રુડતેલ સહિતના વૈશ્વિક કોમોડીટીના ભાવમાં પણ તબકકામાં ઘટાડા સાથે સ્થિરતા આવી ગઈ છે તે વચ્ચે જાણીતી વૈશ્વિક એજન્સી બ્લુમબર્ગના સર્વેક્ષણ મુજબ એપ્રિલ-જૂન કવાટર 2022-23માં વૃદ્ધિદર 15.2% થી 15.4% હશે.
જો કે રિઝર્વ બેન્કે આ વૃદ્ધિ દર 16.2% રહેવાનો અને સ્ટેટ બેન્કના અહેવાલમાં 15.7% રહેવાનો અંદાજ છે તો અન્ય વૈશ્વિક એજન્સીમાં 13%ના દરે આ કવાટરમાં વૃદ્ધિ નોંધાશે તેમ માનવામાં આવે છે. ભારતમાં કોરોનાની અસર હવે નહીવત છે. નિકાસમાં વધારો થઈ રહ્યો છે અને ઘરેલું માંગ પણ વધી છે.
વૈશ્વિક મંદીના જોખમ પણ હવે ઘટવા લાગ્યા છે અને રિઝર્વ બેન્ક પણ ઉંચા જીડીપીની આશા રાખે છે. જો કે અમેરિકી ફેડ દ્વારા વ્યાજદર વધારાશે તો ડિસેમ્બર સુધીમાં રિઝર્વ બેન્ક વ્યાજદરમાં ફરી 50 બેઝીક પોઈન્ટનો વધારો કરી શકે છે પણ સપ્ટેમ્બર સમીક્ષામાં રિઝર્વ બેન્ક હવે ખરીફ મૌસમના આઉટપુટ વિ.ની રાહ જોશે. છેલ્લા કેટલાક સમયથી ઈંધણ સહિતના ભાવ વધારાના કારણે ગ્રાહકોના ખર્ચમાં ઘટાડાથી જીડીપીને મોટો ફટકો પડયો છે. આ ખર્ચ એ આર્થિક ગતિવિધિમાં 55%નો હિસ્સો ધરાવે છે.
પણ તમામ નજર ગ્રામીણ ગતિવિધિ પર છે જે સારા દિવસોનો પ્રથમ સંકેત આપે છે જેમાં એપ્રિલ-જૂન કવાટરમાં ટુ વ્હીલર- દ્વીચક્રી વાહનોનું વેચાણ 53 લાખ જેવું નોંધાયું છે જે 2021ના આ સમયગાળા કરતા વધુ છે પણ હજું કોરોના પુર્વેના કવાટરના વેચાણ કરતા ઓછું છે. અર્થશાસ્ત્રીઓ માને છે કે, જો એશિયામાં કોઈ અર્થતંત્ર ખરાબ પરીસ્થિતિમાં પણ સારો દેખાવ કરશે તો તે ભારત જ હશે જ એશિયાનું ત્રીજા નંબરનું સૌથી મોટું અર્થતંત્ર છે.

Tags: growthindiaRural economy
Previous Post

કોંગ્રેસના અધ્યક્ષ પદની ચૂંટણીની નિષ્પક્ષતા પર સવાલો

Next Post

આરોગ્ય વિમા પ્રિમીયમ ઘટશે, ઇરડાનો સંકેત

aaspassdaily

aaspassdaily

Related News

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત
તાજા સમાચાર

જનરેટરના ધુમાડાથી શ્વાસ રૂંધાવાના કારણે એક જ પરિવારના ત્રણના મોત

July 11, 2025
નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે
તાજા સમાચાર

નબળી કામગીરી કરનારાઓને છોડવામાં નહિ આવે

July 11, 2025
બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન
તાજા સમાચાર

બિલ્ડરોની લૂંટ સામે RERAના આંખ આડા કાન

July 11, 2025
Next Post

આરોગ્ય વિમા પ્રિમીયમ ઘટશે, ઇરડાનો સંકેત

શહેરમાં ગણેશ મહોત્સવનો શોભાયાત્રાઓ સાથે મંગલ પ્રારંભ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.