વડાપ્રધાન નરેન્દ્રભાઈ મોદીના સુશાસનના ૧૨ વર્ષ પૂર્ણ થવાના અવસરે ‘વિકસિત ભારત સંકલ્પ સંમેલન’ અંતર્ગત વલ્લભીપુરના વાઘેશ્વરી માતા મંદિર પરિસર ખાતે પ્રાકૃતિક કૃષિ કાર્યશાળાનું આયોજન કરવામાં આવ્યું હતું. દીપ પ્રાગટ્ય દ્વારા શરૂ થયેલા આ કાર્યક્રમમાં તાલુકા પંચાયત ઉપ-પ્રમુખ ગોહિલ હરદીપસિંહ, સદસ્યો સોલંકી ઉદસંગભાઈ, પરમાર ભીમજીભાઈ, કારોબારી અધ્યક્ષ ચૌહાણ દિનેશભાઈ અને ગોહીલ અજીતસિંહ સહિતના અગ્રણીઓએ હાજર રહી ખેડૂતોને પ્રોત્સાહિત કર્યા હતા.
તજજ્ઞોએ પ્રાકૃતિક ખેતી અંગે ઉપયોગી માર્ગદર્શન આપ્યું હતું. ખેડૂતોને યોજનાઓની માહિતી આપવા પશુપાલન, બાગાયત, આરોગ્ય, ‘આત્મા’ અને માતૃભૂમિ નેચરલ વર્લ્ડના સ્ટોલ્સ ઊભા કરાયા હતા. કુલ ૫૪૦ ખેડૂતોએ ‘સંકલ્પ સેલ્ફી પોઈન્ટ’ પર તસવીરો ખેંચાવી પ્રાકૃતિક ખેતી અપનાવવાનો દ્રઢ નિર્ધાર વ્યક્ત કર્યો હતો.






