શહેરના ભરતનગર પોલીસ સ્ટેશનની સામે આવેલા GMDC ક્વાર્ટર્સ અને સિદ્ધિ પાર્ક સોસાયટી વચ્ચે પ્રથમ વરસાદમાં જ ભ્રષ્ટાચાર બહાર આવ્યો છે. વરસાદી પાણીના નિકાલ માટે બનાવવામાં આવેલા નાળાનો સ્લેબ અચાનક તૂટી પડતાં ત્યાં એક વિશાળ ભુવો પડી ગયો છે. રહેણાંક વિસ્તારની બિલકુલ નજીક આ રીતે મોટો ભુવો પડવાના કારણે આજુબાજુમાં રહેતા રહીશોમાં ભારે ફફડાટ અને ભયનો માહોલ ફેલાયો હતો.






