Tuesday, July 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

પુત્રને બચાવવા જતા પિતાએ જીવ ગુમાવ્યો,તળાજાના વેજોદરી ગામે તળાવમાં ડૂબી જવાથી પશુપાલકનું મોત

દાઠા પોલીસ, ફાયર વિભાગ અને NDRFની જહેમત બાદ તળાવનો પાળો તોડી આધેડનો મૃતદેહ બહાર કઢાયો

dharmendravaghela by dharmendravaghela
2026-07-21 11:05:34
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના તળાજા તાલુકાના વેજોદરી ગામે એક અત્યંત કરુણ ઘટના પ્રકાશમાં આવી છે, જ્યાં પોતાના પુત્ર અને ભેંસને બચાવવા માટે તળાવમાં પડેલા પિતાનું ડૂબી જવાથી કમકમાટીભર્યું મોત નીપજ્યું હતું આ બનાવથી સમગ્ર ગામમાં શોકનો માહોલ છવાયો હતો.
બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર, તળાજા તાલુકાના વેજોદરી ગામમાં રહેતા અને પશુપાલન સાથે સંકળાયેલા ભગવાનભાઈ ઉર્ફે ફુલાભાઈ બાલાભાઈ ધાપાના પુત્ર તુલશી ભેંસ ચરાવવા ગયો હતો. આ દરમિયાન એક ભેંસ તળાવમાં ફસાઈ જતા તુલશી તેને કાઢવા તળાવમાં ઉતર્યો હતો અને તે પણ ફસાવા લાગ્યો હતો. પુત્રને ફસાયેલો જોઈને પિતા ભગવાનભાઈએ પણ તળાવમાં છલાંગ લગાવી હતી. આ ઘટનામાં પુત્ર અને ભેંસ સહીસલામત બહાર નીકળી ગયા હતા, પરંતુ પિતા ભગવાનભાઈ ઉંડા પાણીમાં ગરકાવ થઈ લાપતા બન્યા હતા.
ઘટનાની જાણ થતાં જ દાઠા પોલીસ સ્ટેશનના ઇન્ચાર્જ પી.આઇ. કે.સી. રેવર તેમના સ્ટાફ સાથે, તળાજા ફાયર બ્રિગેડ, ઇમર્જન્સી ૧૧૨ પોલીસ અને NDRFની ટીમ તાત્કાલિક ઘટનાસ્થળે દોડી આવી હતી. સ્થાનિક લોકો મોટી સંખ્યામાં ઉમટી પડ્યા હતા. તંત્ર અને સ્થાનિક તરવૈયાઓની મદદથી ભારે શોધખોળ હાથ ધરવામાં આવી હતી. છેવટે તળાવનો પાળો તોડીને ભારે જહેમત બાદ ભગવાનભાઈનો મૃતદેહ બહાર કાઢવામાં આવ્યો હતો. પોલીસે મૃતદેહને પીએમ અર્થે તળાજાની હોસ્પિટલમાં ખસેડી આગળની કાયદેસરની તપાસ હાથ ધરી છે. આ કરુણ ઘટનાથી સમગ્ર ગામમાં ભારે શોક છવાયો છે.

Tags: dubi jata motvejodari
Previous Post

ભાવનગરની કરાટે એકેડેમી ઓફ જાપાન ગોજુરિયુ ઇન્ડીયાનો 36માં વર્ષમાં પ્રવેશ

Next Post

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

dharmendravaghela

dharmendravaghela

Related News

ભાવનગર

ઘોઘાના ઓદરકા ગામે હનુમાનજી મંદિરમાં ચોરી: ૩.૭૫ લાખના દાગીના ઉઠાવી 3 તસ્કરો ફરાર

July 21, 2026
EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ
ભાવનગર

EPS-95 પેન્શનધારકોની વહારે આવવા ભાવનગરના બંને કેન્દ્રીય મંત્રીઓને અપીલ

July 21, 2026
ભાવનગર

અમરગઢ ગામે નાઈટ પેટ્રોલીંગમાં રહેલા પોલીસ સ્ટાફ ઉપર હુમલો!

July 21, 2026
Next Post
તણસાના ડુંગર વિસ્તારમાં બેટરીના અજવાળે જુગાર રમતા પાંચ ઝડપાયા – છ શખ્સો ફરાર

ગારીયાધારના નવાગામરોડ પર જાહેરમાં બાજીમાંડીને બેઠેલા 3 ગેમ્બલરો ઝડપાયા

કચ્છની લખપત સરહદેથી પાકિસ્તાની ઘૂસણખોર કિશોરને ઝડપી લેવાયો

અક્ષરપાર્કમાં દુકાન પર પથ્થરમારો કરી તોડફોડ કરનાર ૩ શખ્સો ગણતરીના કલાકોમાં ઝડપાયા

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.