Saturday, September 12, 2026
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

સિંહણ સાથે બાથ ભીડીને ગાયે માલધારી યુવકનો બચાવ્યો જીવ

સિહોર તાલુકાના બેકડી ગામના પાદરે યુવક ઉપર સિંહણ તૂટી પડતા પાછળ આવી રહેલી ગાયે લડી લીધું, રાની પશુઓના સતત હુમલાથી લોકોમાં ફફડાટ,

dharmendravaghela by dharmendravaghela
2026-07-27 12:35:31
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગર જિલ્લાના સિહોર પંથકમાં રાની પશુઓ અને વન્ય વરુ-સિંહ જેવા જંગલી પશુઓનો આતંક દિવસેને દિવસે વધી રહ્યો છે. થોડા સમય પહેલાં જ માલધારી યુવક પર હુમલો થયાની ઘટનાના અહેવાલો હજુ શાંત નથી પડ્યા, ત્યાં ફરી એકવાર સિહોર નજીક માનવ જાત પર હુમલાની ગંભીર ઘટના સામે આવી છે. સિહોર તાલુકાના બેકડી ગામે રવિવારે ઢળતી સાંજે અંદાજે ૭:૩૦ વાગ્યે સિંહણે માલધારી યુવાનને નિશાન બનાવી હુમલો કરવાનો પ્રયાસ કરતા ભારે ચકચાર મચી ગઈ છે. આ હુમલામાં ગાયે સિંહણ સાથે બાથ ભીડીને યુવકનો જીવ બચાવ્યો હતો જોકે ગાયને ગંભીર ઇજા થઇ છે.


સમગ્ર બનાવ અંગે પ્રાપ્ત વિગતો અનુસાર,સિહોરના બેકડી ગામે ગામતળમાં વાડી ધરાવતા અશોકભાઈ લખમણભાઈ આલ નામના માલધારી યુવાન પર અચાનક સિંહણ તૂટી પડી હતી. જોકે, આ આફત સમયે સિંહણ અને યુવાનની વચ્ચે એક ગાય આવી જતાં ગાય પર હુમલો થયો હતો,જેમાં ગાયે પણ સિંહણ સાથે બાથ ભીડી હતી જેના કારણે સમય સૂચકતા અને સદભાગ્યે યુવાનનો જીવ બચી ગયો હતો. આ ભીષણ હુમલામાં ગાય અને સિંહણ બંનેને ઇજાઓ પહોંચી છે. ગાયે સિંહણ સાથે પરાક્રમ પૂર્વક બાથ ભીડી હતી અને દેકારો થતા આસપાસના લોકો તાત્કાલિક દોડી આવ્યા હતા. ગ્રામજનોના હાકલા-પડકારા અને ગાઝામીડાને કારણે સિંહણ જંગલ તરફ નાસી છૂટી હતી.
સિહોર તાલુકાના વિવિધ વિસ્તારોમાં અવારનવાર રાની પશુઓ દ્વારા ગાય, ભેંસ જેવા મૂગા પશુઓ પર હુમલાની ઘટનાઓ બની રહી છે, પરંતુ હવે આ જંગલી પશુઓ સીધા માનવ વસાહતો સુધી પહોંચી જતાં માનવ જીવન પર પણ ગંભીર ખતરો તોળાઈ રહ્યો છે. સ્થાનિક લોકોમાં આ બાબતે ભારે રોષ અને ગહું વ્યાપેલી ચિંતા જોવા મળી રહી છે. સ્થાનિક માલધારીઓ અને ગ્રામજનોએ સરકાર તથા વન વિભાગ સમક્ષ ઉગ્ર માંગ કરી છે કે, વન્ય પશુઓ ગામડાં તરફ કેમ આવી રહ્યા છે તેની વૈજ્ઞાનિક તપાસ કરવામાં આવે અને યોગ્ય કાયમી ઉકેલ લાવવામાં આવે. જો સમયસર અસરકારક પગલાં નહીં લેવાય, તો આગામી સમયમાં કોઈ મોટો માનવભોગ લેવાય તેવી ઘેરી ભીતિ સેવાઈ રહી છે. લોકો તથા પશુઓની સુરક્ષા માટે તંત્ર દ્વારા વહેલી તકે કડક કાર્યવાહી હાથ ધરવામાં આવે તે અત્યંત અનિવાર્ય બન્યું છે.

Tags: bekadigay ijahihan humalosihoryuvan
Previous Post

લોક સાહિત્યકાર હકાભા ગઢવીની કારને નડયો અકસ્માત : હકાભાનો બચાવ

Next Post

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

dharmendravaghela

dharmendravaghela

Related News

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

ચીનના શિપ યાર્ડ પર કાર્ગો જહાજમાં આગ, 20 લોકોના મોત

September 11, 2026
ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ
તાજા સમાચાર

ભારતની સિદ્ધિ: પ્રનોસ ફ્યૂઝને પ્રજ્ઞા દ્વારા કર્યો કૃત્રિમ સૂર્યનો સફળ પ્રયોગ

September 11, 2026
રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા
તાજા સમાચાર

રશિયન પ્રમુખ વ્લાદિમીર પુતિન ભારત પહોંચ્યા

September 11, 2026
Next Post
કાળિયાબીડમાં ઈંગ્લીશ દારૂની હેરાફેરી કરતા શખ્સની ધરપકડ

મૂળઘરાઈ ગામે રહેણાંકી મકાનમાંથી ઈંગ્લીશ દારૂનો જથ્થો ઝડપાયો, આરોપી શખ્સ ફરાર

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

રાજપરા ખોડિયાર મંદિરના તળાવમાં ડૂબી જતા રાજસ્થાનના યુવકનું મોત

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.