સિહોર તાલુકાના રામધરી ગામે દીપડાની શંકાસ્પદ હિલચાલની માહિતી બાદ ફોરેસ્ટ વિભાગે દિવસ-રાત સર્ચ ઓપરેશન શરૂ કર્યું હતું.
સિહોર તાલુકાના રામધરી ગામમાં આવેલી શાળાના પરિસરમાં દીપડો દેખાયો હોવાની માહિતી મળતા ફોરેસ્ટ વિભાગ તાત્કાલિક એલર્ટ થઈ ગયું છે. ઘટનાની ગંભીરતાને ધ્યાનમાં રાખીને ફોરેસ્ટ વિભાગની ટીમે શાળા પરિસરની બાજુમાં પીંજરું ગોઠવી દીપડાને પકડી પાડવા માટે દિવસ-રાત કામગીરી હાથ ધરી છે.
ફોરેસ્ટ વિભાગના અધિકારીઓ અને કર્મચારીઓ દ્વારા શાળા તેમજ આસપાસના વિસ્તારમાં સતત પેટ્રોલિંગ કરવામાં આવી રહ્યું છે. દીપડાની હિલચાલ પર નજર રાખવા સાથે સઘન શોધખોળ ચાલી રહી છે, જેથી કોઈ અનિચ્છનીય ઘટના ન બને અને ગ્રામજનો તેમજ વિદ્યાર્થીઓની…






