ભાવનગર જિલ્લાના પાલીતાણા ગ્રામ્ય પોલીસ મથકનો સ્ટાફ બોલેરો વાહનમાં નાઈટ પેટ્રોલિંગ દરમિયાન પોલીસ ટીમે દૂધાળા ગામથી ઘેટી ગામ તરફ જતા ચાર રસ્તા પાસે વાહન ચેકીંગ દરમિયાન એક ટાટા ઇન્ડિકા વિસ્ટા કાર (જીજે-૦૪-બીઇ-૮૨૩૯) ને રોકી તપાસ કરી હતી.
તપાસ દરમિયાન કારની પાછળની સીટમાંથી સફેદ રંગની થેલીમાં ગોવા વેચાણ માટેના ‘Small Peter’ રિઝર્વ વ્હિસ્કીના ૧૮૦ એમએલના કંપની સીલપેક ચપટા નંગ-૨૪૦ કિં.રૂા. ૩૬,૦૦૦/- મળી આવ્યા હતા. પોલીસે કાર, બે મોબાઈલ ફોન અને વિદેશી દારૂ સહિત કુલ રૂા. ૨,૪૬,૦૦૦/- નો મુદ્દામાલ જપ્ત કર્યો હતો. કારમાં સવાર ડ્રાઈવર વિશાલભાઈ વિનુભાઈ શેખ/મકવાણા અને રાજેશભાઈ ભીમજીભાઈ ચૌહાણ વિરુદ્ધ પ્રોહી એક્ટ કલમ ૬૫(એ)(ઇ), ૧૧૬(બી), ૯૮(ઘ), ૮૧ મુજબ ગુનો નોંધી બંનેની અટકાયત કરી વધુ તપાસ હાથ ધરી છે.




