Friday, August 21, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ભારતના ગામડાઓ સુધી ઇન્ટરનેટ પહોંચાડશે ઈલોન મસ્ક

ભારતમાં 11 હજારથી વધુ ગામોમાં 4G નેટવર્ક નથી, સ્ટારલિંકે ભારતમાં ફરી અરજી કરી

dharmendravaghela by dharmendravaghela
2026-08-21 12:58:17
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

ઇલોન મસ્કે ભારતમાં તેની સેટેલાઇટ ઇન્ટરનેટ સેવા ‘સ્ટારલિંક’ માટે જોરદાર હિમાયત કરી છે. તેમણે કહ્યું છે કે સ્ટારલિંક દ્વારા ભારતના તે દૂરના અને ગ્રામીણ વિસ્તારો સુધી ઇન્ટરનેટ પહોંચાડી શકાય છે, જ્યાં હજુ પણ કનેક્ટિવિટીની મોટી સમસ્યા છે. ઇલોન મસ્કે સોશિયલ મીડિયા પ્લેટફોર્મ X (પહેલા ટ્વિટર) પર ‘DogeDesigner’ની એક પોસ્ટને રીશેર કરતા આ વાત કહી. તેમણે લખ્યું, “સ્ટારલિંક ભારતમાં સૌથી ઓછી સુવિધા મેળવતા લોકો, ખાસ કરીને ગ્રામીણ વિસ્તારોને મદદ કરશે.”
DogeDesignerની પોસ્ટ મુજબ, મે મહિના સુધી ભારતના 11,000થી વધુ લિસ્ટેડ ગામોમાં 4G નેટવર્કની પહોંચ નહોતી.આંકડાઓ અનુસાર, માર્ચ 2026 સુધી ભારતમાં કુલ 1.093 અબજ (109.3 કરોડ) ઇન્ટરનેટ સબ્સ્ક્રિપ્શન હતા. તેમાંથી ગ્રામીણ વિસ્તારોમાં 44.87 કરોડ સબ્સ્ક્રાઇબર્સ હતા.દેશમાં શહેરી અને ગ્રામીણ ઇન્ટરનેટ ડેન્સિટીમાં મોટો તફાવત જોવા મળે છે. આંકડાઓ મુજબ ગ્રામીણ ઇન્ટરનેટ ડેન્સિટી દર 100 લોકોએ માત્ર 48.31 કનેક્શન છે. જયારે શહેરી ઇન્ટરનેટ ડેન્સિટી દર 100 લોકોએ 126.80 કનેક્શન ઉપલબ્ધ છે.
સરકારી યોજના ભારતનેટ હેઠળ દેશભરમાં 8.5 લાખ રૂટ-કિલોમીટરથી વધુ ફાઇબર બિછાવવામાં આવ્યું છે. આના દ્વારા લગભગ 2,21,000 ગ્રામ પંચાયતો (GPs) ને સર્વિસ-રેડી બનાવવામાં આવી છે. જોકે, જૂન 2026 સુધીમાં માત્ર 80,472 ગ્રામ પંચાયતોમાં જ ‘પોઈન્ટ્સ ઓફ પ્રેઝન્સ’ (PoP) કાર્યરત થઈ શક્યા હતા. મસ્કની પોસ્ટમાં કહેવામાં આવ્યું હતું કે સ્ટારલિંક એવી જગ્યાઓ પર કનેક્ટિવિટી આપી શકે છે જ્યાં મુશ્કેલ પહાડી વિસ્તારો, ઓછો કોમર્શિયલ ફાયદો અને ઇન્ફ્રાસ્ટ્રક્ચરનો અભાવ અવરોધરૂપ બને છે. આ ટેકનોલોજી દૂરના ગામડાઓ, પહાડી વિસ્તારો, ટાપુઓ અને આપત્તિગ્રસ્ત વિસ્તારોમાં કનેક્ટિવિટી આપી શકે છે. આ જ કારણોસર માગ કરવામાં આવી છે કે ભારત સરકારે બાકી રહેલી મંજૂરીઓ પૂર્ણ કરીને સ્પેક્ટ્રમ ફાળવવું જોઈએ અને વહેલી તકે સ્ટારલિંકના કોમર્શિયલ લોન્ચનો માર્ગ મોકળો કરવો જોઈએ.સ્ટારલિંક બિઝનેસ ઓપરેશન્સના વાઇસ પ્રેસિડેન્ટ લોરેન ડ્રેયરે કહ્યું,સ્ટારલિંક ભારત સરકાર સાથે સક્રિય અને ફળદાયી વાતચીત કરી રહ્યું છે.”

Tags: elon muskindiainternet
Previous Post

ગુજરાતમાં એક સાથે 414 પોલીસોની બદલી

Next Post

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

dharmendravaghela

dharmendravaghela

Related News

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ
તાજા સમાચાર

ગુજરાત વિધાનસભા ચૂંટણી પૂર્વે કોંગ્રેસે શરુ કર્યું પ્લાનિંગ

August 21, 2026
ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ
તાજા સમાચાર

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

August 21, 2026
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે
તાજા સમાચાર

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

August 21, 2026
Next Post
ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

ગુજરાત તરફ ફંટાયા ભેજવાળા પવનો, વરસાદ લાવશે

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

ખાંડના ઓછા ઉત્પાદનથી તહેવારો પૂર્વે કુદકે ને ભૂસકે વધી રહેલા ભાવ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.