ઉમરાળા તાલુકાના રતનપર ગામે અઢી વર્ષનું બાળક કાળુભાર નદીમાં તણાતા અરેરાટી વ્યાપી ગઇ છે. રતનપર ગામમા ખેતીકામ અર્થે આવેલ છોટા ઉદેપુરના શ્રમિક પરિવારનું બાળક ભયલુ નિલેશભાઈ રાઠવા માતાના હાથમાથી છુટી જતા નદીમાં ગરકાવ થઈ ગયું હતું. સ્થાનિક તરવૈયાઓની ટીમ વલ્લભીપુરથી રતનપર પહોંચી અનેભાવનગર એન ડી આર એફની ટીમ પણ ઘટના સ્થળ પર પહોંચી હતી તો ઉમરાળા મામલતદાર , ઉમરાળા પોલીસ ઘટના સ્થળે દોડતા થયા હતા મૃતક બાળકને ઉમરાળા હોસ્પિટલ પી.એમ. માટે ખસેડવામાં આવ્યો છે.
અહેવાલ: ધમૅન્દ્રસિંહ સોલંકી, વલભીપુર