છેલ્લા કેટલાક સમયગાળાથી શહેરમાં રોજેરોજ એક પછી એક ગોળીબારના કારણે ભયનો માહોલ સર્જાયો છે. રવિવારે વહેલી સવારે એક બારની બહાર થયેલા ફાયરિંગમાં એક વ્યક્તિનું પણ મોત થયું હતું અને 6 લોકો ઘાયલ થયા હતા.
ટામ્પા પોલીસ વિભાગ દ્વારા જાહેર કરવામાં આવેલા નિવેદનમાં કહેવામાં આવ્યું છે કે ઉત્તર ફ્રેન્કલિન સ્ટ્રીટપર એલઆઈટી સિગાર અને માર્ટિની લાઉન્જની બહાર રવિવારે સવારે 3 વાગ્યે ગોળીબાર થયો હતો. ક્લબની અંદર બે જૂથો વચ્ચે બોલાચાલી થઈ હતી. તે દરમિયાન એક વ્યક્તિએ ફાયરિંગ શરૂ કરી દીધું હતું. પોલીસના જણાવ્યા અનુસાર આમાં એક વ્યક્તિનું મોત થયું છે. જ્યારે છ ઘાયલ થયા છે. તમામ ઈજાગ્રસ્તોને હોસ્પિટલમાં લઈ જવામાં આવ્યા છે. જો કે રવિવાર બપોર સુધી આ કેસમાં કોઈની ધરપકડ થઈ ન હતી.