ભાવનગરના વાઘવાડી રોડ,શાંતિ આરાધના કોમ્પલેક્ષમાં આવેલ યુકો બેંકમાં આગ લાગતા ફાયરબ્રિગેડ કફલાએ દોડી જઇ આગ બુઝાવી હતી.
આગની આ ઘટના અંગે ફાયરબ્રિગેડે આપેલી માહિતિ અનુસાર શહેરના વાઘવાડી રોડ, શાંતિ આરાધના કોમ્પલેક્ષમાં આવેલ યુકો બેન્કમાં કોઈ કારણોસર આગ લાગતા નિકુંજભાઈ જમોડ નામના વ્યક્તિએ ફાયરબ્રિગેડને જાણ કરી હતી. આગ લાગ્યાનો સંદેશો મળતા ફાયરબ્રિગેડ કાફલો બનાવ સ્થળે દોડી ગયો હતો અને બેંકનું તાળું ખોલી પાણીનો છંટકાવ કરીને આગ બુઝાવી હતી. આગની આ ઘટનામાં બેંકનું ફર્નિચર, કોમ્પ્યુટર, ફાઈલો સહિતનો સમાન સળગી ગયો હતો.