Tuesday, April 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર પ્રાદેશિક

જાડેજાના જાદુથી IPLમાં ચેન્નાઈ ‘ કિંગ’

ચેન્નાઈ સુપર કિંગ્સ પાંચમીવાર IPL ચેમ્પિયન:

aaspassdaily by aaspassdaily
2023-05-30 10:27:16
in પ્રાદેશિક
Share on FacebookShare on Twitter

ચેન્નાઈ સુપર કિંગ્સ IPL 2023ની ચેમ્પિયન બની ગઈ છે. અમદાવાદના નરેન્દ્ર મોદી સ્ટેડિયમ ખાતે રમાયેલી અત્યંત રોમાંચક ફાઇનલ મેચમાં ચેન્નાઈની ટીમે ગુજરાત ટાઇટન્સને 5 વિકેટે હરાવીને પાંચમી વખત IPLની ટ્રોફી પોતાના નામે કરી છે. ચેન્નાઈને છેલ્લા બે બોલમાં 10 રનની જરૂર હતી. રવીન્દ્ર જાડેજાએ પાંચમા બોલ પર સિક્સર અને છેલ્લા બોલ પર ફોર ફટકારીને CSKને પાંચમી વખત IPL ચેમ્પિયન બનાવ્યું હતું. આ સાથે કેપ્ટન મહેન્દ્ર સિંહ ધોનીએ સૌથી વધુ IPL ટાઇટલ જીતવાના મામલે મુંબઈના રોહિત શર્માની બરાબરી કરી લીધી છે. પહેલા બેટિંગ કરતા ગુજરાતે 20 ઓવરમાં 214 રન બનાવ્યા હતા. સેકન્ડ ઈનિંગ્સમાં વરસાદ પડતા મેચ 2 કલાક બંધ રહી હતી અને સેકન્ડ ઈનિંગ્સ 12 વાગ્યેને 10 મીનીટે શરુ થઈ હતી. નિયમ પ્રમાણે ચેન્નાઈને 15 ઓવરમાં 171 રનનો ટાર્ગેટ મળ્યો હતો. જોકે ચેન્નાઈની ટીમે રવિન્દ્ર જાડેજાની મદદથી ટાર્ગેટ 15 ઓવરમાં ચેઝ કરી લીધો હતો.
ઈન્ડિયન પ્રીમિયર લીગ (IPL)ની 16મી સિઝનની ફાઈનલ રોમાંચક રહી હતી. ગુજરાત-ચેન્નઈના ચાહકોએ અંત સુધી શ્વાસ રોકી રાખ્યા હતા. તે મેચના છેલ્લા બે બોલ હતા અને ચેન્નાઈને જીતવા માટે 10 રનની જરૂર હતી. જાડેજા ક્રિઝ પર હતો, જ્યારે કેપ્ટન એમએસ ધોની પેવેલિયનમાં બેઠા બંધ આંખે જીત માટે પ્રાર્થના કરતા જોવા મળ્યા હતા. ત્યારબાદ 20મી ઓવરનો છેલ્લો બોલ ફેંકાયો અને જાડેજાએ ચોગ્ગો ફટકાર્યો. સ્ટેડિયમ અને ચેન્નાઈના ચાહકો ઉજવણીમાં પડી ગયા હતા.
જાડેજાના ચોગ્ગાની મદદથી ચેન્નાઈએ ગુજરાતને 5 વિકેટે હરાવ્યું હતું. જાડેજા સીધો એમએસ ધોની તરફ દોડ્યો. ધોનીની આંખોમાં આંસુ હતા. તેમણે જડ્ડુને ખભા પર ઊંચક્યા. દરેક જણ ઉજવણીમાં ડૂબેલા હતા, જ્યારે ગુજરાતનો સ્ટાર બોલર મોહિત શર્મા ઉદાસ થઈને જમીન પર બેઠો જોવા મળ્યો હતો.

Previous Post

દેશમાં પ્રાદેક્ષીક પક્ષોનો દબદબો : વિશ્લેષણ

Next Post

ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

aaspassdaily

aaspassdaily

Related News

આજથી તબક્કાવાર ફોર્મ ભરશે ભાજપ, કોંગ્રેસ અને આમ આદમી પાર્ટીના ઉમેદવારો
તાજા સમાચાર

સ્થાનિક રાજકારણમાં કોનું પ્રભુત્વ : કાલે થશે ફેંસલો

April 27, 2026
દિલ્‍હીમાં ઇન્‍વર્ટરમાં આગ લાગતા એક જ પરિવારના ચારના મોત
તાજા સમાચાર

અમદાવાદમાં આવેલી બિલડિંગમાં વિકરાળ આગ

April 27, 2026
આણંદના વાસદ બોરસદ હાઇવે પર ટ્રક અને પિકઅપ વચ્ચે અકસ્માત બાદ આગ
તાજા સમાચાર

દિલ્હી મુંબઈ એક્સપ્રેસ વે પર અકસ્માતની ઘટનામાં વડોદરાના પરિવારના ચાર લોકોના મોત

April 27, 2026
Next Post
ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

ગૃહમંત્રી શાહે મણિપુરનાં મુખ્યમંત્રી બીરેન સિંહ અને મંત્રીઓની સાથે મોડી રાતે કરી મીટિંગ

ભાવનગર, અમરેલી, કચ્છ રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી

ભાવનગર, અમરેલી, કચ્છ રાજ્યમાં આજે પણ વરસાદની આગાહી

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.