ભારતીય જનતા પાર્ટીને કેન્દ્રમાં સરકાર બનાવ્યે 9 વર્ષ પૂર્ણ થયાં છે. આ અવસર પર આજે એટલે કે 30મેથી 30 જૂન સુધી વિશેષ જનસંપર્ક અભિયાન ચલાવવામાં આવશે. 2024ની ચૂંટણીઓ પર નજર રાખતાં પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદીએ ભાજપ શાસિત રાજ્યોનાં મુખ્યમંત્રીઓ સાથે બેઠક કરી હતી અને તેમને જનતા સાથે સંપર્ક કરવાનાં આદેશ આપ્યાં હતાં.
પ્રધાનમંત્રી નરેન્દ્ર મોદી 30મેનાં એટલે કે આજે એક વિશાળ રેલીની સાથે આ જનસંપર્ક અભિયાનની શરૂઆત કરશે. ભાજપ શાસિત રાજ્ય મધ્યપ્રદેશ, રાજસ્થાન, છત્તીસગઢ અને તેલંગાણામાં તેઓ રેલી આયોજિત કરી શકે છે. આ ખાસ અભિયાન અંતર્ગત તમામ જિલ્લા, મંડલ, શક્તિ કેન્દ્ર અને બૂથ પર વિશેષ કાર્યક્રમ આયોજિત કરવામાં આવશે જેમાં મોદી સરકારની નીતિઓ અને ઉપબ્લધિઓને જનતા સુધી પહોંચાડવામાં આવશે. દેશભરમાં ભાજપનાં વરિષ્ઠ નેતાઓની કુલ 51 રેલીઓ થશે. 396 લોકસભા સીટો પર જનસભાઓ યોજાશે. જેમાં કેન્દ્રીય મંત્રી કે રાષ્ટ્રીય પદાધિકારી હાજર રહેશે. દરેક લોકસભામાં 250 વિશિષ્ટ પરિવારનો સંપર્ક કરવામાં આવશે.
ગુજરાતમાંનાગરિક કનેક્ટ કાર્યકર્મની શરૂઆત
ભાજપે ગુજરાતનાં 26 લોકસભા ક્ષેત્રોમાં ‘નાગરિક કનેક્ટ’ કાર્યક્રમની શરૂઆત કરી દીધી છે. ગુજરાત ભાજપ ઉપાધ્યક્ષ ગોરધન જફાદિયાએ મધ્ય ગુજરાતની 6 લોકસભા સીટોનાં પ્રખ્યાત પ્રતિનિધિઓ અને પાર્ટી પદાધિકારીઓની સાથે વડોદરામાં બેઠક કરી હતી. આ બેઠકમાં 30મેથી શરૂ થનારા ભવ્ય કાર્યક્રમ માટે 30 દિવસિય રોજ મેપ તૈયાર કરવામાં આવ્યો છે. જફાદિયાએ કહ્યું કે પાર્ટી તમામ 26 લોકસભા ક્ષેત્રોમાં રેલીઓનું આયોજન કરશે. આપણી પાસે એક શાસન મોડેલ છે જેનો સ્વીકાર સમગ્ર દેશે કર્યો છે.



