દેશમાં વ્યક્તિગત અને ગ્રુપ મેસેજ માટે ખૂબજ લોકપ્રિય બની ગયેલા વોટસએપ-મેસેજીંગમાં હવે બીઝનેસ એકાઉન્ટમાં માર્કેટીંગથી મેસેજીંગ બધું મોંઘુ બની ગયુ છે. ડીજીટલ-કોમ્યુનીકેશનમાં વોટસએપ એ સૌથી સરળ માધ્યમ છે અને તેથી હવે બીઝનેસ કેટેગરી ખાસ કરીને નાના ઉદ્યોગો તથા વ્યાપારીઓ વોટસએપ બીઝનેસ સેવાનો વ્યાપક ઉપયોગ કરે છે પણ હવે આ બીઝનેસ મેસેજીંગ મોંઘા બની ગયા છે.
ઈ-મેલની કડાકુટ વધુ છે અને વોટસએપ સૌથી સરળ છે તેથી ભારતમાં વોટસએપના 50 કરોડથી વધુ વપરાશકર્તાઓમાં 4 કરોડથી વધુનો બીઝનેસ એકાઉન્ટ ધરાવે છે. જેમાં નાના વ્યાપારીઓ, લઘુ અને મધ્યમ કક્ષાના ઉદ્યોગો માટે તે લોકપ્રિય માધ્યમ થઈ છે પણ હવે વોટસએપની પેરેન્ટ કંપની મેટા એ અગાઉની બીઝનેસ એકાઉન્ટ માટેની વનપ્રાઈઝ પોલીસીનો પણ અંત આવીને કેટેગરી મુજબ નવા ભાવ નિશ્ચિત કર્યા. જેમાં યુટીલીટી મેસેજની શ્રેણીમાં જે મેસેજ આવે છે તેમાં પ્રતિ મેસેજ હવે 0.3082 (પૈસા)નો ચાર્જ અને માર્કેટીંગના મેસેજ માટે રૂા. 0.7265 પૈસાનો ચાર્જ લેવાશે.
અગાઉ વોટસએપ તમામ પ્રકારના બીઝનેસ ચાર્જ 0.48 પ્રતિ મેસેજ લેતુ હતું. ઉપરાંત જે તે મેસેજના ઓથેન્ટીફીકેશન ચાર્જ પણ લેવાશે જે હવે જાહેર થશે. વોટસએપની પેરેન્ટ કંપની મેટાના વડા માર્ક ઝુકરબર્ગ અગાઉ જ કહ્યું હતું કે, વોટસએપ પરના બીઝનેસ મેસેજ તે કંપની માટે કમાણીની સૌથી મોટી તક બની રહેશે તથા કંપની તેમાં મોટું રોકાણ કરવા જઈ રહી છે.






