Monday, June 30, 2025
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર જામનગર

લાલપુરના રંગપુર ગામેં રૂપિયા ૨૦ લાખની લૂંટ

રંગપર ગામના કમિશન એજન્ટ બાઈક સવાર યુવાનના આંખમાં મરચાની ભૂકી છાંટી બે લૂંટારું લૂંટ ચલાવી ભાગી છૂટ્યા : સમગ્ર જિલ્લામાં નાકાબંધી

aaspassdaily by aaspassdaily
2023-06-21 10:29:49
in જામનગર
Share on FacebookShare on Twitter

જામનગર
જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામ પાસે કાચા રસ્તાના રોડ પર રૂપિયા ૨૦ લાખની લૂંટની ઘટના બનતાં ભારે સનસનાટી મચી ગઈ છે. રંગપુર ગામના કમિશન એજન્ટ દ્વારા ૨૦ લાખની રકમ વેપારીને નાણાં ચૂકવવા માટે પોતાના ઘેરથી બાઈક પર નીકળ્યા પછી રસ્તામાં તેની આંખમાં મરચાની ભૂકી છાંટી રોકડ લઈ લૂંટારૂઓ છુમંતર થયા હતા, પોલીસ તંત્ર દ્વારા સમગ્ર જિલ્લામાં નાકા બંધી કરાઈ છે.
આ બનાવની વિગત એવી છે કે જામનગર જિલ્લાના લાલપુર તાલુકાના રંગપુર ગામમાં રહેતો અને કમિશન એજન્ટ તરીકે કામ કરતો અવેશ દોસ્ત મહમદ ખીરા નામનો યુવાન ગઈકાલ મંગળવારે બપોરે પોણા ત્રણેક વાગ્યાના અરસામાં પોતાના ઘેરથી જામનગરના વેપારીને ચૂકવવા માટેની રૂપિયા ૨૦ લાખની રોકડ રકમ લઈને રંગપુર ગામના કાચા રસ્તે થઈને મુખ્ય હાઈવે રોડ તરફ આવી રહ્યો હતો.
જે દરમિયાન ડબલ સવારી બાઈકમાં બે અજાણ્યા યુવાન આવી ચડ્યા હતા અને બાઈકની નંબર પ્લેટ જોઈ શકાય ન હતી. બંને શખ્સોએ સૌપ્રથમ અવેશની આંખમાં મરચાની ભૂકી છાટી દીધી હતી જેથી તેની આંખો બંધ થઈ ગયા પછી પોતે માર્ગ પર નીચે પટકાઈ પડ્યો હતો. દરમિયાન બંને લુટારુઓ ૨૦ લાખની લૂંટ ચલાવી ત્યાંથી ભાગી છુટ્યા હતા. તે સમગ્ર મામલા અંગે પોલીસને જાણ કરાતાં આ અંગેની માહિતી જિલ્લા પોલીસ વડાને આપવામાં આવી હતી.
જેથી જિલ્લા પોલીસવડા પ્રેમસુખ ડેલુ દ્વારા સમગ્ર જિલ્લામાં નાકાબંધી કરી દેવામાં આવી હતી.
જ્યારે જામનગરની એલસીબી અને એસઓજીની પોલીસ ટુકડી લૂટારુંઓને શોધી કાઢવા આસપાસના વિસ્તારોને ખૂંદી વળ્યા હતા. પરંતુ લુંટારુઓનો કોઈ પત્તો સાંપડ્યો ન હતો. અને બંને લૂંટારુઓની શોધખોળ ચલાવવામાં આવી રહી છે, જ્યારે મેઘપર પોલીસ મથકમાં આ બનાવ અંગે ગુનો નોંધવા પણ કાર્યવાહી હાથ ધરવામાં આવી રહી છે. લૂંટની ઘટનાથી જામનગર પંથકમાં ભારે સનસનાટી મચી ગઈ છે.

Previous Post

અમદાવાદની રથયાત્રા બાલ્કનીનો ભાગ ધરાશાયી થતાં એકનું મોત, 36 થયા હતા ઈજાગ્રસ્ત

Next Post

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

aaspassdaily

aaspassdaily

Related News

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી
જામનગર

જામનગર પત્રકાર મંડળના હોદ્દેદારોની સર્વાનુમતે વરણી

May 6, 2024
37000થી વધુ આહીરાણીઓ દ્વારા પરંપરાગત પહેરવેશ ધારણ કરી રમ્યો મહારાસ 
જામનગર

37000થી વધુ આહીરાણીઓ દ્વારા પરંપરાગત પહેરવેશ ધારણ કરી રમ્યો મહારાસ 

December 24, 2023
ધ્રોલના હજામચોરામાં સગા મોટા ભાઈ-બહેને કરી નાની બહેનની હત્યા
જામનગર

ધ્રોલના હજામચોરામાં સગા મોટા ભાઈ-બહેને કરી નાની બહેનની હત્યા

October 19, 2023
Next Post
સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

સુરતમાં રાજ્ય કક્ષાના યોગ દિવસ પર સર્જાયો વિશ્વ રેકોર્ડ

Cold And Cough: શરદી ઉધરસનો કાળ છે આદુ-મધ, આ રીતે તૈયાર કરો કફ રિલિફ કેન્ડી…

Cold And Cough: શરદી ઉધરસનો કાળ છે આદુ-મધ, આ રીતે તૈયાર કરો કફ રિલિફ કેન્ડી...

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.