Tuesday, June 23, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home તાજા સમાચાર

બોટાદના ત્રણ યુવકોના મૃતદેહ ઘરે પહોંચ્યા ત્યારે સર્જાયા હૃદય દ્રાવક દ્રશ્યો

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોની શાસ્ત્રોકત વિધિ સાથે અંતિમ વિધિ

aaspassdaily by aaspassdaily
2023-07-21 10:25:08
in તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

અમદાવાદ ઇસ્કોન બ્રિજ પર બનેલા અકસ્માતમાં મૃત્યુ પામનાર 9 યુવાનોમાંથી ત્રણ બોટાદના યુવાનો હતા. જેમના મૃતદેહ આજે પોતાના વતન ખાતે લાવવામાં આવ્યા હતા. પોતાના વ્હાલસોયા પુત્ર કે ભાઇના મૃતદેહ જોઇ માતા-બહેનોએ આક્રંદે મચાવ્યું હતું.
રોનક રાજેશભાઈ વિહળપરા કે જેમનું મૂળ વતન સુરેન્દ્રનગર જિલ્લાના ચુડા તાલુકામાં આવેલ ચાસકા ગામ ખાતે હોય ત્યાં તેમની અંતિમ વિધિ કરવામાં આવી હતી તો અન્ય બે યુવાન અક્ષર અનિલભાઈ ચાવડા તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેમના મૃતદેહ આજે બોટાદ ખાતે લાવવામાં આવ્યા હતા તે સમયે પરિવારમાં હૃદયદ્રાવક દ્રશ્યો સામે આવ્યા હતા.
માતા-પિતાએ પુત્ર ગુમાવ્યો તો એક ભાઈએ બીજા ભાઈને ગુમાવ્યો. એક બહેને પોતાના ભાઈને ગુમાવ્યો ત્યારે મૃતદેહ ઘર સુધી પહોંચતા તમામ લોકોની આંખમાં માત્રને માત્ર આંસુ અને મુખ પર ગમગીની જોવા મળતી હતી જેને લઇ માત્ર મૃતક પરિવાર જ નહીં પણ જે તે ગામ અને આસપાસના તમામ ગામના લોકોમાં પણ લોકોમાં શોખનું મોજુ ફરી વળ્યું હતું. મૃતક પરિવાર દ્વારા મૃતક યુવાનોની હિન્દુ શાસ્ત્રોક વિધિ સાથે અંતિમ વિધિ કરવામાં આવી હતી અને અકસ્માતમાં મૃત્યુ પામેલ આ નવ યુવાનો આજે પંચ મહાભૂતમાં વિલીન થયા તે સમયે સ્મશાન ખાતે ઉભેલા તમામ લોકો શોકમગ્ન માહોલમાં જોવા મળતા હતા.
આ ત્રણેય યુવાનો પોતાની કારકિર્દી અર્થે અમદાવાદ ખાતે હતા જેમાં મળતી માહિતી મુજબ અક્ષર ચાવડા કે જેણે BDA પૂર્ણ કર્યુ હતું તે એમબીએ ના અભ્યાસ અંતર્ગત ફોર્મ ભરવા માટે અમદાવાદ આવ્યો હતો. હતા અને જો તેના પરિવારની વાત કરીએ તો પરિવારમાં માતા-પિતા હતા તેમજ બહેનનો એકમાત્ર લાડકવાયો ભાઈ હતો જે આ અકસ્માતમાં છીનવાઇ ગયો.. તેમજ રોનક રાજેશભાઈ વિહળપરા જે સિવિલ એન્જિનિયર નો અમદાવાદ ખાતે અભ્યાસ કરી રહ્યો હતો પરિવારમાં માતા પિતા તેમજ અન્ય અન્ય એક ભાઈ મળી પરિવારમાં કુલ ચાર સભ્યો હતા. તેમજ કૃણાલ નટવરભાઈ કોડિયા કે જેઓને તાજેતરમાં જ બે મહિના પહેલા શિક્ષક તરીકેની નોકરી મળેલ હોય અને તે અમદાવાદ ખાતે ગયેલ હતો જે અંતર્ગત તેમના મિત્રો સાથે બહાર ગયેલ હોય તે સમયે આ ઘટના સર્જાઇ હતી.

તથ્ય પટેલને ફાંસી આપવામાં આવે તેવી આક્રોશ સાથે પરિવારજનો દ્વારા માંગ
અમદાવાદ ખાતે ઇસ્કોન બ્રિજ પર ગમખ્વાર અકસ્માતમાં મૃત્યુ પામનાર યુવાનોના પરિવારજનો દ્વારા આક્રોશ સાથે જણાવેલ કે સરકાર દ્વારા આપવામાં આવેલ ચાર લાખની સહાય ની અમારે જરૂર નથી પણ અમે રૂપિયા 25 લાખ આપી પણ અમારે અમારો દીકરો પરત જોઈએ છીએ આ પ્રમાણેના રોષ સાથે તથ્ય પટેલને ફાંસી આપવામાં આવે તેવી આક્રોશ સાથે પરિવારજનો દ્વારા માંગ કરવામાં આવી.

Previous Post

બે મહિલાઓની નગ્ન પરેડના મુખ્ય આરોપીના ઘરને ટોળાએ આગ લગાવી દીધી

Next Post

દેશની અદાલતોમાં 5,02,68,076 કેસ પેન્ડિંગ

aaspassdaily

aaspassdaily

Related News

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે
તાજા સમાચાર

આધાર કાર્ડમાં ઈ મેઈલ આઇડી ઉમેરવા કે સુધારવા માટે હવે ચાર્જ ચૂકવવો નહીં પડે

June 23, 2026
અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો
આંતરરાષ્ટ્રીય

અમેરિકા અને ઈરાન શાંતિ મંત્રણામાં હકારાત્મક પ્રગતિથી ક્રૂડના ભાવમાં ઘટાડો

June 23, 2026
ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ
તાજા સમાચાર

ભારતમાં ખાંડની અછત સર્જાય તેવી સ્થિતિ

June 23, 2026
Next Post
દેશની અદાલતોમાં  5,02,68,076 કેસ પેન્ડિંગ

દેશની અદાલતોમાં 5,02,68,076 કેસ પેન્ડિંગ

રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

રાજ્યમાં ભારે વરસાદના પગલે બસોની 262 ટ્રીપ રદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.