વારાણસી ખાતે આવેલ જ્ઞાનવાપી મસ્જિદ મામલે જિલ્લા અદાલતે નિર્ણય સંભળાવ્યો હતો જેમાં કોર્ટ દ્વારા મસ્જિદમાં પટાંગણમાં વૈજ્ઞાનિક સર્વે કરવાની મંજૂરી આપી દેવામાં આવી છે. મહત્વનું છે કે હિન્દુ પક્ષ દ્વારા જિલ્લા અદાલતમાં અરજી દાખલ કર્યા બાદ મસ્જિદ પરિસરમાં આર્કયોલોજીકલ સર્વે ઓફ ઇન્ડિયા દ્વારા સર્વે કરવામાં આવે તેવી માંગ કરવામાં આવી હતી. આ મામલે 14 જુલાઈના જજે પોતાનો નિણર્ય સુરક્ષિત રાખ્યો હતો. બાદમાં હવે કોર્ટ દ્વારા આદેશ કરીને વિવાદિત જગ્યા મૂકી સમગ્ર પરિસરમાં એએસઆઈ સર્વે કરવા જણાવ્યું છે. આ મામલે વધુ સુનાવણી 4 ઓગસ્ટના રોજ હાથ ધરાશે.





