વિદેશ મંત્રાલયએ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ છેલ્લા કેટલાક મહિનામાં પાકિસ્તાનમાં ‘અજ્ઞાત બંદૂકધારીઓ’ દ્વારા ઘણા વોન્ટેડ આતંકવાદીઓ માર્યા ગયા છે. પહેલીવાર ભારતીય વિદેશ મંત્રાલયે આ હત્યાઓ પર પ્રતિક્રિયા આપી છે. વિદેશ મંત્રાલયએ ગુરુવારે કહ્યું કે જેઓ ભારતીય સત્તાવાળાઓ દ્વારા વોન્ટેડ છે, તેઓએ અહીં આવીને કાયદાનો સામનો કરવો જોઈએ.
આ તરફ વિદેશ મંત્રાલયના પ્રવક્તા અરિંદમ બાગચીએ કહ્યું, જે લોકો ભારતમાં ગુનાહિત અને આતંકવાદી પ્રવૃત્તિઓ માટે વોન્ટેડ છે, અમે ઈચ્છીએ છીએ કે તેઓ ભારત આવે અને અમારી કાયદાકીય વ્યવસ્થાનો સામનો કરે, પરંતુ હું પાકિસ્તાનમાં થઈ રહેલી ઘટનાઓ પર ટિપ્પણી કરી શકતો નથી.”
ઉલ્લેખનીય છે કે 2015માં જમ્મુ અને કાશ્મીરના ઉધમપુરમાં BSF (બોર્ડર સિક્યુરિટી ફોર્સ)ના કાફલા પર હુમલાની માસ્ટરમાઇન્ડ લશ્કર-એ-તૈયબા (LeT)ના આતંકવાદી હંજાલા અદનાનને તાજેતરમાં પાકિસ્તાનના કરાચીમાં અજાણ્યા બંદૂકધારીઓ દ્વારા માર્યો ગયો હતો. . હંજલા અદનાનને 2 અને 3 ડિસેમ્બરની મધ્યરાત્રિએ તેના ઘરની બહાર ગોળી મારી દેવામાં આવી હતી.
આ તરફ જ્યારે ખાલિસ્તાની આતંકવાદી ગુરપતવંત સિંહ પન્નુ દ્વારા 13 ડિસેમ્બરે અથવા તે પહેલાં સંસદ પર હુમલો કરવાની ધમકી વિશે પૂછવામાં આવ્યું ત્યારે વિદેશ મંત્રાલયે કહ્યું કે, ભારત હંમેશા ધમકીઓને ગંભીરતાથી લે છે. જોકે વિદેશ મંત્રાલયે કહ્યું કે, તેઓ ‘ઉગ્રવાદીઓ છે જેઓ આવી ધમકીઓ આપે છે. અમે તેમને પ્રમોટ કરવા કે ક્રેડિટ આપવા માંગતા નથી. આ સાથે અરિંદમ બાગચીએ કહ્યું, “અમે ધમકીઓને ગંભીરતાથી લઈએ છીએ. હું ધમકીઓ આપતા ઉગ્રવાદીઓને પ્રોત્સાહિત કરવા કે તેમને વધુ મહત્વ આપવા માંગતો નથી. અમે યુએસ અને કેનેડિયન સત્તાવાળાઓ સમક્ષ આ મામલો ઉઠાવ્યો છે.






