dsde56gf↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
સુરતના ગોડાદરા વિસ્તારમાં સુરત મનપાની દબાણખાતાની ટીમ પર ઢોર માલિકો અને મહિલાઓએ મળીને હિંસક હુમલો કર્યો હતો. મનપાની ટીમ જ્યારે ઢોર પકડવા ગઈ હતી તે દરમિયાન મનપાના કર્મચારીઓ પર હથિયારો વડે હુમલો કરતા પોલીસ મથકમાં ફરિયાદ કરવામાં આવી છે. આ હુમલામાં મહિલાઓ પણ હાથમાં હથિયારો લઇને મનપાની ટીમના કર્મચારીઓ પર તુટી પડી હતી. સુરત મહાનગર પાલિકાની ઢોર પકડવા જતી ટીમ પર અવારનવાર હુમલાની ઘટનાઓ સુરતમાં સામે આવતી રહે છે તેવામાં સુરતના ગોડાદરા વિસ્તારમાં આવેલા સંતનું ચાર રસ્તા પર મનપાની ટીમ પર હુમલો થયો હોવાની ઘટના બની હતી. સુરત મહાનગર પાલિકાની દબાણખાતાની રસ્તે રખડતા ઢોર પકડતી ટીમ રોડ પર રખડતા ઢોરને પકડવા માટે ગઈ હતી. મનપાની ટીમે સંતનું ચાર રાસ્ત પર ઢોર પકડીને મનપાના વાહનમાં ચડાવી રહ્યા હતા તે દરમ્યાન ઢોરના માલિકો એ ત્યાં પહોંચી બબાલ કરી હતી.




