ભાવનગર યોગાસન સ્પોર્ટ્સ એસોસીએશન દ્વારા રવિવારે ભાવનગર યોગાસન સ્પોર્ટ્સ ચેમ્પ્યનશીપ ૨૦૨૨-૨૩ સ્પર્ધાનું આયોજન આર્યસમાજ સરદારનગર ખાતે કરવામાં આવ્યું હતું જેમાં ૭૦થી વધુ ખેલાડીઓએ કુલ ૧૨૦ સ્પર્ધામાં ભાગ લીધો હતો. જેમાં અલગ અલગ સ્પર્ધામાં વિજેતા ખેલાડીઓને અનુક્રમે ગોલ્ડ, સિલ્વર અને બ્રોન્ઝના કુલ ૧૦૮ મેડલોથી સન્માનિત કરવામાં આવ્યા હતા.
આ સ્પર્ધા શરૂ કરાવતા કલેકટર યોગેશ નિરગુડેએ જણાવ્યું હતું કે તંદુરસ્ત રહેવા માટે યોગને જીવનનો ભાગ બનાવવો જાેઈએ. નિરંતર યોગ કરવાથી શરીર ચુસ્ત અને સ્ફૂર્તિવાળું રહે છે. યોગથી દીવસની શરૂઆત કરનાર આખો દીવસ સ્ફૂર્તિનો અનુભવ કરે છે.
કાર્યક્રમનાં સમાપનમાં ભાવનગરના મેયર કિર્તીબાળા દાણીધારિયા ઉપસ્થિત રહીને વિજેતાઓને સન્માનિત કર્યા હતા. આ તકે ભાવનગર યોગાસન સ્પોર્ટ્સ એસો.નાં ચંદ્રસિંહજી ઝાલા, એસો.ના પ્રમુખ હરેન્દ્રસિંહ ગોહિલ, જાેઇન્ટ સેક્રેટરી મેધનાબા ઝાલા, એમ. કે. ભાવનગર.યુનિવર્સિટીના શા.શિ.નિયામક દિલીપસિંહ, ધર્મેન્દ્રસિંહ ગોહિલ, સ્પર્ધાના કો – ઓર્ડીનેટર ડૉ. ડી.વી.ગોહિલ, કોમ્પીટીશન ડાયરેકટ રાજેન્દ્રસિંહ ગોહિલ અને ઓર્ગેનાઇઝર જીગ્નેશ પટેલ ઉપસ્થિત રહ્યા હતા.