Tuesday, July 28, 2026
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર આંતરરાષ્ટ્રીય

ઈઝરાયેલ અને લેબનોન વચ્ચે યુદ્ધવિરામ ત્રણ સપ્તાહ લંબાવાયું

વ્હાઇટ હાઉસ ખાતે મળેલી ઉચ્ચસ્તરીય બેઠક બાદ ટ્રમ્પ દ્વારા કરવામાં આવી જાહેરાત

dharmendravaghela by dharmendravaghela
2026-04-24 11:34:33
in આંતરરાષ્ટ્રીય, તાજા સમાચાર
Share on FacebookShare on Twitter

પશ્ચિમ એશિયામાં ચાલી રહેલા સંઘર્ષને અટકાવવા માટે અમેરિકન પ્રમુખ ડોનાલ્ડ ટ્રમ્પે મોટી સફળતા મેળવી છે. વોશિંગ્ટનમાં વ્હાઇટ હાઉસ ખાતે યોજાયેલી ઉચ્ચ સ્તરીય બેઠક બાદ ટ્રમ્પે જાહેરાત કરી છે કે, ઈઝરાયલ અને લેબેનોન વચ્ચેના સીઝફાયરને વધુ ૩ અઠવાડિયા માટે લંબાવવામાં આવ્યું છે. આ શાંતિ મંત્રણાનો મુખ્ય ઉદ્દેશ્ય મિડલ ઈસ્ટમાં સ્થિરતા લાવવાનો અને લેબેનોનને હિઝબુલ્લાહના ખતરાથી સુરક્ષિત રાખવાનો છે.ઓવલ ઓફિસમાં યોજાયેલી આ બેઠકમાં અમેરિકા વતી ટ્રમ્પ ઉપરાંત ઉપરાષ્ટ્રપતિ જેડી વેન્સ, સેક્રેટરી ઓફ સ્ટેટ માર્કો રુબિયો અને ઈઝરાયલ તથા લેબેનોનમાં રહેલા અમેરિકન રાજદૂતો પણ ઉપસ્થિત રહ્યા હતા. ટ્રમ્પે આ મંત્રણાને ‘અત્યંત સફળ’ ગણાવતા તેને અમેરિકા માટે એક મોટી રાજદ્વારી જીત ગણાવી છે. આ બેઠક એવા સમયે થઈ છે જ્યારે એક દિવસ પહેલા જ થયેલા હવાઈ હુમલામાં અમલ ખલીલ નામના પત્રકાર સહિત પાંચ લોકોએ જીવ ગુમાવ્યો હતો.આ શાંતિ મંત્રણાના ભાગરૂપે ટ્રમ્પે હવે ભવિષ્યમાં વધુ મોટા પગલાના સંકેત આપ્યા છે. ટૂંક સમયમાં ઈઝરાયલના વડાપ્રધાન બેન્જામિન નેતન્યાહૂ અને લેબેનોનના રાષ્ટ્રપતિ જોસેફ આઉન વ્હાઇટ હાઉસમાં રૂબરૂ મુલાકાત કરશે. આ મુલાકાત મધ્ય-પૂર્વના ઈતિહાસમાં અત્યંત મહત્વની સાબિત થઈ શકે છે. ટ્રમ્પે સ્પષ્ટ કર્યું છે કે જો આ વિસ્તારમાં સ્થાયી શાંતિ જોઈતી હોય, તો ઈરાને હિઝબુલ્લાહને મળતી આર્થિક મદદ (ફંડિંગ) બંધ કરવી જ પડશે.
એક તરફ ટ્રમ્પે શાંતિની જાહેરાત કરી છે, તો બીજી તરફ જમીની સ્તરે હિંસા હજુ સંપૂર્ણપણે થમી નથી. સીઝફાયરના વિસ્તારની જાહેરાત બાદ પણ હિઝબુલ્લાહે ઈઝરાયલના શ્ટુઆ વિસ્તારને નિશાન બનાવીને અનેક રોકેટ છોડ્યા હતા. જોકે, ઈઝરાયેલી સેનાએ દાવો કર્યો છે કે, તમામ રોકેટને હવામાં જ તોડી પાડવામાં આવ્યા છે. આ ઘટનાઓ દર્શાવે છે કે સીઝફાયર અત્યંત નાજુક તબક્કે છે.

Tags: israel lebanon ceasefiretrumpUSA
Previous Post

ભાવનગરની ઈનારકો કંપનીમાં કોન્ટ્રાકટ બેઝ પર કામ કરતાં કર્મચારીઓ દ્વારા વિરોધ પ્રદર્શન

Next Post

શાંતિની વાર્તા વચ્ચે અમેરિકાએ ત્રીજુ યુદ્ધ જહાજ તૈનાત કર્યું

dharmendravaghela

dharmendravaghela

Related News

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય
તાજા સમાચાર

ઉત્તરપ્રદેશ સરકાર દ્વારા કવાડયાત્રાની તૈયારી : યાત્રિકો માટે વધારાની બસો દોડાવવા નિર્ણય

July 27, 2026
અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત
આંતરરાષ્ટ્રીય

અમેરિકાના સિએટલમાં ફૂડ ફેસ્ટિવલમાં અંધાધૂંધ ગોળીબારમાં બે લોકોના મોત

July 27, 2026
ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા
આંતરરાષ્ટ્રીય

ફ્રાન્સ અને સ્પેનના જંગલોમાં વિકરાળ આગથી ત્રણ લાખથી વધુ લોકો બેઘર બન્યા

July 27, 2026
Next Post

શાંતિની વાર્તા વચ્ચે અમેરિકાએ ત્રીજુ યુદ્ધ જહાજ તૈનાત કર્યું

માલદીવમાંથી 10 મે સુધીમાં સૈનિકો હટાવશે ભારત

આર્થિક સંકટમાં ફસાયેલા માલદીવ્સને ભારતે કરી મદદ

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.