યુ.એસ.માં હ્યુસ્ટનમાં એક ઇસમે પાંચ ભાડૂઆતો પર ગોળીબાર કર્યો હોવાનું સામે આવ્યું છે. જેમાં ત્રણ વ્યક્તિના મોત થયા છે. વિગતો મુજબ હ્યુસ્ટનમાં એક એપાર્ટમેન્ટ બિલ્ડિંગમાંથી બહાર કાઢવામાં આવેલા એક વ્યક્તિએ અન્ય પાંચ ભાડૂતો પર ગોળીબાર કર્યો હતો. જેમાંથી ત્રણના મોત થયા. ઉક્ત ભાડૂતોને ઘરમાંથી બહાર કાઢવા માટે વ્યક્તિએ ઘરને આગ લગાવી દીધી હતી. આ માહિતી પોલીસે આપી હતી.
પોલીસ ચીફ ટ્રોય ફાઇનરે જણાવ્યું હતું કે, આ ઘટના શનિવારે મોડી રાત્રે લગભગ 1 વાગે દક્ષિણ પશ્ચિમ હ્યુસ્ટનના મિશ્ર ઔદ્યોગિક-રહેણાંક વિસ્તારમાં બની હતી. તેમણે કહ્યું કે, આગની માહિતી મળતા જ પોલીસ અને ફાયર બ્રિગેડના જવાનો એપાર્ટમેન્ટમાં પહોંચ્યા હતા. ફિનરે કહ્યું કે, બંદૂકધારીએ અન્ય ભાડૂતો પર ગોળીબાર કર્યો કારણ કે, તેઓ ઘરની બહાર નીકળ્યા. તેણે જણાવ્યું કે, તેમાંથી બેનું ઘટનાસ્થળે જ મોત થયું, જ્યારે એકનું હોસ્પિટલમાં મોત થયું.