ન્યૂઝ એજન્સી રોઇટર્સ અનુસાર બાઇક પર આવેલા અજાણ્યા હુમલાખોરોએ ઉત્તરી કોલંબિયાના હાઇવે પર 2 પત્રકારોની ઘાતકી હત્યાને અંજામ આપ્યો, જ્યારે આ બંને પત્રકારો નજીકના વિસ્તારમાં આયોજિત સેન્ટ ફેસ્ટિવલ (સંત ઉત્સવ)માંથી પરત ફરી રહ્યા હતા. આ દરમિયાન જ તેના પર હુમલો થયો હતો. હાલ પોલીસ હુમલાખોરોને શોધી રહી છે.
આ ઘટનામાં ઓનલાઈન રેડિયો સ્ટેશનના ડાયરેક્ટર લેઈનર મોન્ટેરો અને ઓનલાઈન ન્યૂઝ વેબસાઈટના ડાયરેક્ટર ડિલિયા કોન્ટ્રેરાસનું મોત થયું હતું. માગદાલેનાના પોલીસ કમાન્ડર એન્ડ્રેસ સેર્નાએ જણાવ્યું હતું કે પ્રારંભિક તપાસ સૂચવે છે કે મોન્ટેરો અને અન્ય કેટલાક લોકો વચ્ચે લડાઈ થઈ હતી. આ ઘટના પછી મોન્ટેરો તેની કારમાં ડિલિયા અને અન્ય વ્યક્તિ સાથે જવાનું નક્કી કરે છે અને રસ્તામાં જ તેઓ માર્યા જાય છે.
તેમણે વધુમાં જણાવ્યું હતું કે, મગદલીનાના નાગરિકો માટે શક્ય તેટલા ઓછા સમયમાં આ દુ:ખદ મામલાને ઉકેલવા માટે પ્રતિબદ્ધ છીએ. તેમણે કહ્યું કે બંને પત્રકારોની તેમના સંઘ, પરિવાર અને પરિચિતો દ્વારા ખૂબ પ્રશંસા કરવામાં આવી હતી.