ગુજરાતનાં દક્ષિણ વિસ્તાર સહિત અનેક ભાગોમાં વરસાદી ઝપટાનું આગમન થયું છે. દક્ષિણ ગુજરાતનાં વિવિધ વિસ્તારોમાં ધીમી ધારે મેઘરાજા વરસી રહ્યા છે. ભારે બાફરાં બાદ ઝરમર વરસાદથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. તો બીજી બાજુ હવામાન વિભાગ દ્વારા ભારે વરસાદની પણ આગાહી કરવામાં આવી છે. જેને લઈ ગણેશ મંડળોમાં ચિંતાનું મોજું ફરી વળ્યું છે.
નવસારી જિલ્લામાં વહેલી સવારથી વરસાદી વાતાવરણ બંધાયું છે. સવારથી ઝરમર વરસાદ વરસતા
સુરત ગ્રામ્યમાં પણ વરસાદી માહોલ જામ્યો છે. માંગરોળ, ઓલપાડ, માંડવી સહિતના વિસ્તારોમાં વરસાદ વરસી રહ્યો છે. વરસાદી માહોલથી વાતાવરણમાં ઠંડક પ્રસરી છે. લોકોને ગરમીથી આંશિક રાહત મળી છે. વરસાદથી ખેડૂતો ખુશખુશાલ થયા છે.
હવામાન વિભાગના જણાવ્યા અનુસાર આગામી 5 દિવસ દરમિયાન રાજયના કેટલાક વિસ્તારોમાં સામાન્ય વરસાદની આગાહી કરવામાં આવી છે. દક્ષિણ ગુજરાતમાં વડોદરા, નર્મદા, તાપી, વલસાડ, નવસારી, સુરત, ભરૂચ અને તેના આસપાસના વિસ્તારમાં હળવાથી મધ્યમ વરસાદની આગાહી કરવામાં આવી છે. જ્યારે ઉત્તર ગુજરાતમાં છૂટોછવાયા વરસાદી ઝાપટાં ની આગાહી કરવામાં આવી છે.