એલપીજી રસોઈ ગેસ સિલિન્ડરના ભાવમાં આજથી 100 રૂપિયાનો ઘટાડો થયો છે. ઓઇલ માર્કેટિંગ કંપનીઓ આજથી એટલે કે 1 સપ્ટેમ્બરથી કોમર્શિયલ એલપીજી સિલિન્ડરના ભાવમાં ઘટાડો થયો છે. હવે કંપનીઓએ જણાવ્યા મુજબ ઇન્ડેનનું કોમર્શિયલ સિલિન્ડર દિલ્હીમાં 91.50, કોલકાતામાં 100, મુંબઈમાં 92.50 અને ચેન્નઈમાં 96 રૂપિયા સસ્તું થઈ ગયું છે.
કંપનીઓએ 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસ સિલિન્ડરની કિંમતોમાં ઘટાડો કર્યો છે. જ્યારે ઘરમાં વપરાત રસોઈ ગેસના સિલિન્ડરની કિંમતો હજુ પણ 6 જુલાઈના રોજ અપડેટ થયેલા ભાવ પર જ ટકી રહી છે. ઘરેલુ ગેસ સિલિન્ડર માટે ગેસ અને તેલ કંપનીઓએ છેલ્લે 6 જુલાઈ 2022ના રોજ કિંમતોમાં રૂ. 50નો ઘટાડો કર્યો હતો. આજથી દિલ્હીમાં 19 કિલોગ્રામ વાળા કોમર્શિયલ રસોઈ ગેસના એલપીજી સિલિન્ડર માટે હવે રૂ.1976.50ની જગ્યાએ માત્ર 1885 રૂપિયા ચૂકવવા પડશે. તેવી જ રીતે કોલકાતામાં રૂ.2095.50 રુપિયાની જગ્યાએ તમારે ફક્ત રૂ.1995.50 ચુકવવા પડશે. જ્યારે મુંબઈમાં ગ્રાહકોએ રૂ.1936.50ની જગ્યાએ 1844 રૂપિયા આપવા પડશે, તો ચેન્નઈમાં 2141 રૂપિયાની જગ્યાએ 2045 રૂપિયા આપવા પડશે.