wei904k0kdf.↑↑↑Black Hat SEO backlinks, focusing on Black Hat SEO, Google Raking
કલાનગરી એવાં ભાવનગરને આંગણે ઇકાલે અદ્કેરો સન્માન- અભિવાદન કાર્યક્રમ યોજાયો હતો. જેમાં અભિવાદનની સાથે-સાથે ભાતીગળ લોક ડાયરો પણ યોજાયો હતો. એ દરમ્યાન કીર્તિદાન ગઢવીનું ગુજરાત ગૌરવ એવોર્ડ એવોર્ડથી સન્માન કરાયું. દરમ્યાન આ સન્માન સમારોહમાં CM ભૂપેન્દ્ર પટેલ અને કોંગ્રેસના MLA અમરીશ ડેર પણ હાજર રહ્યાં હતા. આથી ગુજરાતના રાજકારણમાં ગરમાવો આવ્યો છે. શિક્ષણ મંત્રી જીતુ વાઘાણી પ્રેરિત ભાવનગર જન્મોત્સવ સમિતિ અને કિર્તીદાન ગુજરાત ગૌરવ સમિતિ દ્વારા આયોજિત ખાસ કાર્યક્રમ ‘ધન્ય છે કિર્તીદાનને’ નું ભવ્ય આયોજન કરાયું હતું. જેમાં કીર્તિદાન ગઢવીનું ‘ગુજરાત ગૌરવ એવોર્ડ’થી સન્માન કરવામાં આવ્યું. આ કાર્યક્રમમાં મુખ્યમંત્રી ભૂપેન્દ્ર પટેલ સહિત અનેક દિગ્ગજો ઉપસ્થિત રહ્યાં હતા એ દરમ્યાન કોંગ્રેસના રાજુલાના ધારાસભ્ય અમરીશ ડેર પણ કાર્યક્રમમાં હાજર રહેતા અનેક તર્કવિતર્ક સર્જાયા છે. એટલે કે આગામી સમયમાં અમરીશ ડેર પણ ભાજપમાં જોડાય તેવી અટકળો તેજ થઇ છે.




