કોલસા કૌભાંડ મામલે સીબીઆઈએ પશ્ચિમ બંગાળના કાયદા મંત્રી અને ટીએમસી નેતા મલય ઘટકના આસનસોલમાં આવેલા ઘર પર દરોડા પાડ્યા છે મલય ઘટક બંગાળના મુખ્યમંત્રી મમતા બેનર્જીના ખાસ માનવામાં આે છે અને ટીએમસીની કદ્દાવર નેતા છે. બુધવાર સવારે સીબીઆઈના અધિકારીઓએ પોતાની સુરક્ષા ટુકડી સાથે ઘટકના ઘરે પહોંચ્યા અને રેડની કાર્યવાહી શરુ કરી દીધી હતી. આ દરમિયાન તેમની સાથે સાથે સીઆરપીએફના જવાનો પણ સાથે રહ્યા હતા.
કોલસા કૌભાંડના દરોડા સીબીઆઈએ પશ્ચિમ બંગાળમાં પાંચ જગ્યા પર પાડ્યા હતા. તેમાં ચાર કલકત્તામાં અને એક આસનસોલમાં છે. આ રેડ દરમિયાન ટીએમસી નેતા મલય ઘટકના ઘર પર સર્ચ ઓપરેશન ચાલી રહ્યા છે.