• હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
Friday, September 25, 2026
  • Login
Aas Pass Daily
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ
No Result
View All Result
Aas Pass Daily
No Result
View All Result
  • હોમ
  • સમાચાર
  • ઈ-પેપર
  • શો ટાઈમ ન્યૂઝ
Home સમાચાર ભાવનગર

એરપોર્ટ નજીક કન્સ્ટ્રક્શન સાઈટ પર કાચબાની મિજબાની માણતા બિહારના ચાર મજૂરો ઝડપાયા

વન વિભાગે રાંધેલું શાક અને સેમ્પલ FSLમાં મોકલ્યા; વન્યજીવ સંરક્ષણ એક્ટ હેઠળ ૩ થી ૭ વર્ષની સજાની જોગવાઈ

dharmendravaghela by dharmendravaghela
2026-06-25 12:40:49
in ભાવનગર, સમાચાર
Share on FacebookShare on Twitter

ભાવનગરના એરપોર્ટ વિસ્તારમાં આવેલી એક ખાનગી કંપનીની કન્સ્ટ્રક્શન સાઈટ પર વન્યજીવ સંરક્ષણ કાયદાના ઉલ્લંઘનની ચોંકાવનારી ઘટના સામે આવી છે, જેમાં ફોરેસ્ટ વિભાગે દરોડો પાડીને દુર્લભ પ્રજાતિના કાચબાનું ભોજન માણતા ચાર પરપ્રાંતીય મજૂરોને ઝડપી પાડ્યા છે. આર.એફ.ઓ. ભરત ગલાણીના જણાવ્યા મુજબ, બાતમીના આધારે ફોરેસ્ટ અને એફ.એસ.એલ. (FSL) ની ટીમે સંયુક્ત રેડ કરીને વન્યજીવ સંરક્ષણ અધિનિયમ હેઠળ ‘શેડ્યુલ-૧’ માં આવતા પ્રતિબંધિત કાચબાનું રાંધેલું શાક, કાપકૂટ માટે વપરાયેલું ચપ્પુ અને અન્ય પુરાવા કબજે કર્યા છે. વન વિભાગે સ્થળ પરથી ૪ થી ૫ જેટલા અલગ-અલગ સેમ્પલ એકત્રિત કરી વૈજ્ઞાનિક પરીક્ષણ માટે એફ.એસ.એલ.માં મોકલી આપ્યા છે.
આ ગંભીર ગુના બદલ વન્યજીવ સંરક્ષણ અધિનિયમ-૧૭૨ ની વિવિધ કલમો અને ગુના નંબર ૦૩/૨૦૨૬-૨૭ અંતર્ગત બિહારના સમસ્તીપુર જિલ્લાના વતની એવા ચાર આરોપીઓ વિજયકુમાર મણિલાલ મહતો (ઉ.વ. ૪૨), આનંદકુમાર રામલખન મહતો (ઉ.વ. ૩૯), રામપુકાર દોરીક પાસવાન (ઉ.વ. ૪૨) અને રવિન લુખો પાસવાન (ઉ.વ. ૨૯) ની અટકાયત કરવામાં આવી છે. આ ગુનામાં ૩ થી ૭ વર્ષ સુધીની જેલની સજાની જોગવાઈ હોવાથી કડક કાર્યવાહી હાથ ધરાઈ છે. હાલ સરકારની પ્રવર્તમાન ગાઈડલાઈન અનુસાર તમામ તહોમતદારોનું સઘન મેડિકલ ચેકઅપ કરાવી, તેઓના ગુનાહિત ઇતિહાસ અંગે પૂછપરછ હાથ ધરી કોર્ટમાં રજૂ કરવાની તજવીજ ચાલી રહી છે.

Tags: dharpakedkachbapolicevan vibhag
Previous Post

બ્રહ્માકુમારીઝ સંસ્થા દ્વારા માતેશ્વરી જગદંબા સરસ્વતીજીનો ૬૧મો સ્મૃતિ દિન ઉજવાશે

Next Post

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

dharmendravaghela

dharmendravaghela

Related News

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત
તાજા સમાચાર

કામરેજ નજીક ડમ્પર પાછળ હેરિયર ઘૂસી, 4ના મોત

September 25, 2026
નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર
તાજા સમાચાર

નર્મદા ડેમ છલોછલ ભરાવાથી હવે માત્ર 19 સેન્ટીમીટર દૂર

September 25, 2026
ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,
તાજા સમાચાર

ભાજપે બંગાળની ચૂંટણી જીતવા 287 કરોડ ખર્ચ્યા,

September 25, 2026
Next Post
સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

સગીરા ઉપર દુષ્કર્મના કેસમાં વલભીપુરના આધેડને 20 વર્ષની સખ્ત કેદની સજા

ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજ ઉપર હુમલો

ઓમાનના દરિયાકાંઠે વ્યાપારી જહાજ ઉપર હુમલો

Leave a Reply Cancel reply

Your email address will not be published. Required fields are marked *

Heng36
  • Contact Us
  • About Us
  • Disclaimer
  • Privacy Policy
  • Terms and Condition

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

No Result
View All Result
  • હોમ
  • સમાચાર
    • પ્રાદેશિક
    • ભાવનગર
    • રાજકોટ
    • જામનગર
    • અન્ય
      • વિશેષ લેખ
      • બિઝનેસ
      • મનોરંજન
      • જ્યોતિષ
      • લાઈફ સ્ટાઈલ
  • ઈ-પેપર
    • ભાવનગર
    • રાજકોટ આજતક
    • રાજકોટ આસપાસ
    • જામનગર
    • અમરેલી
  • શો ટાઈમ ન્યૂઝ

© 2022 AasPassDaily – All Rights Reserved by News Reach.

Welcome Back!

Login to your account below

Forgotten Password?

Retrieve your password

Please enter your username or email address to reset your password.

Log In